Connect Gujarat
Featured

વડોદરા : કરજણ વિધાનસભા બેઠક પર મતદારોને પ્રલોભન આપતો વિડીયો વાયરલ

વડોદરા : કરજણ વિધાનસભા બેઠક પર મતદારોને પ્રલોભન આપતો વિડીયો વાયરલ
X

રાજયમાં આઠ વિધાનસભા બેઠકો માટે ચાલી રહેલા મતદાન દરમિયાન કરજણના ઇટોલા અને ગોસીન્દ્રા ગામમાં ભાજપના કાર્યકરો મતદારોને 100 રુપિયાનું પ્રલોભન આપી અક્ષય પટેલ માટે મત માંગતા હોવાનો વિડીયો વાયરલ થયો છે..

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકના ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા આપવામાં હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ મામલે કોંગ્રસે ભાજપ સામે કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસે ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે.

જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં, ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસ ડીટેઇન કરીને રાખવા અમારી ફરિયાદ નોંધ કરવા કાર્યવાહી કરવી.કરજણ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા વચ્ચે સીધો જંગ છે. અને કરજણ બેઠક પર 1,04,834 પુરૂષ અને 99,761 સ્ત્રી તેમજ અન્ય 13 સહિત કુલ 2,04,608 મતદારો નોંધાયા છે. 246 મુખ્ય મતદાન મથકો અને 65 પૂરક સહિત કુલ 311 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે.

Next Story