Connect Gujarat
Featured

વડોદરા : ઘરવિહોણા અને છાપરાઓમાં રહેતા અંદાજે 200 લોકોને ભોજન કીટ અપાય છે

વડોદરા : ઘરવિહોણા અને છાપરાઓમાં રહેતા અંદાજે 200 લોકોને ભોજન કીટ અપાય છે
X

રેલવે સ્ટેશન અને ડેપોની આસપાસ, વિવિધ પુલો નીચે ખુલ્લામાં રહેતા ઘરવિહોણા અને છાપરાઓમાં રહેતા લોકોની કોરોના લોક ડાઉનના સમયગાળામાં ઉચિત કાળજી લેવાની સૂચના જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ દ્વારા તંત્રને આપવામાં આવી છે.

તેના અનુસંધાને પ્રાંત અધિકારી, વડોદરા વિજય પટણીના નેતૃત્વ હેઠળ પ્રાંત કચેરીની ટીમ દ્વારા ઉપર જણાવ્યા પ્રમાણેના શ્રમિક અને બેસહારા લોકોને તા.23 થી ભોજન કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પટણી એ જણાવ્યું કે આ લોકો તરફ ભાગ્યેજ કોઈનું ધ્યાન ગયું હતું એટલે એમની સહાયતા કરવા આ કામગીરી ઉપાડી છે અને દૈનિક 200 જેટલા આવા વંચિતોને ભોજન સહાયતાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

લોક ડાઉનના દિવસ થી જ પ્રાંત કચેરી દિવસના લગભગ 12 થી 14 કલાક કામ કરી રહી છે અને લોકોની તકલીફોના નિવારણ માટે વિવિધ પ્રકારની જવાબદારીઓ પ્રાંત કચેરીના કર્મયોગીઓ ખંતપૂર્વક અદા કરી રહ્યા છે.

Next Story