Connect Gujarat
ગુજરાત

વડોદરા : કુબેર ભંડારી મંદિરમાં પ્રજાસત્તાક દિને કરાયો શણગાર, જોશો તો તમે પણ થશો મોહિત

વડોદરા : કુબેર ભંડારી મંદિરમાં પ્રજાસત્તાક દિને કરાયો શણગાર, જોશો તો  તમે પણ થશો મોહિત
X

મધ્ય ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ

કરનાળી ખાતે કુબેર ભંડારી મંદિરમાં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષી વિશેષ શણગાર કરાયો

હતો. મહાદેવને તિરંગાના ત્રણ રંગોથી સજાવવવામાં આવ્યાં હતાં.

કરનાળી ખાતેના કુબેર ભંડારી મંદિરમાં ધાર્મિકની સાથે રાષ્ટ્રીય

પર્વોની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. ૭૧ માં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષી

દાદાને ત્રિરંગાના રંગોનો શણગાર કરવામાં આવ્યો હતો.દર્શનાર્થીઓ ધર્મભાવની સાથે

રાષ્ટ્રભાવનાથી અભિભુત થયા હતાં. મંદિરના પ્રાંગણમાં કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના

મેનેજર રજનીભાઇ પંડ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. જેને પૂજારીઓ અને ભાવિકોએ

આદરપૂર્વક સલામી આપી હતી. રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું કે વેદોક્ત અશ્ટાધ્યાય

રુદ્રીમાં રાષ્ટ્રીય હિતોની સુરક્ષા અને જન કલ્યાણ અભિવર્ધક મંત્રો બતાવવામાં

આવ્યા છે.દરેક રાષ્ટ્રીય પર્વે કુબેર ભંડારી દાદા સમક્ષ આ મંત્રોનો પાઠ કરીને ભારત

વર્ષની પ્રગતિ અને લોકોના કલ્યાણના આશિષ માંગવામાં આવે છે.

Next Story