Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ એલ એન્ડ ટી ફાઇનાન્સના કર્મી પાસેથી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

વડોદરાઃ એલ એન્ડ ટી ફાઇનાન્સના કર્મી પાસેથી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
X

લૂંટારૂઓ સાથે યુવાને જાતે જ પ્લાન ઘડી ઘટનાને અંજામ આપ્યો હતો

ગત તારીખ ૮ ના સપ્ટેમ્બરનાં રોજ સાંજે ૭.૪૫ કલાકના સુમારે વાઘોડિયા ડભોઇ રોડ ઉપર દેવ નદીના બ્રિજ પાસેથી એલ એન્ડ ટીનાં ફાઇનાન્સર પાસેથી નાણાની લૂંટ થઈ હતી. ફ્રન્ટ લાઈન ઓફિસર તરીકે નોકરી કરો યુવાન લૂંટનો ભોગ બનતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે.

વડોદરાના દિવાળીપુરામાં રહેતો ધર્મેશ દલપત વણકર જે એલ એન્ડ ટી કંપનીમાં ફ્રન્ટ લાઈન ઓફિસર તરીકે નોકરી કરે છે. ગત તારીખ 8મી સપ્ટેમ્બરે વાઘોડિયા તાલુકાના ગામડાઓમાંથી લોનના રૂપિયા ઉઘરાણી કરીને પોતાની મોટર સાઇકલ ઉપર ડભોઇ પરત ફરી રહ્યો હતો. તે વેળા કારમાં આવેલા ચાર અજાણ્યા ઈસમોએ કલાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ફરીયાદીને રોકી તેની પાસેના થેલામાં મુકેલા રોકડા રૂપિયા ૧,૪૪,૦૦૦ તથા એક વીંટી તથા બે મોબાઇલ ફોન મળી કુલ ૧,૬૭,૦૦૦ ની મત્તાની લૂંટ કરી અજાણ્યા ઇસમો પલાયન થઇ ગયા હતા. આ ગુનાના કામે એસ ઓ જી પોલીસ પોલીસે તલશસ્પર્શી તપાસ હાથ ધરી હતી.

ચોક્કસ બાતમીના આધારે કુંઢેલા ચોકડી પાસેથી હિતેશ ઉર્ફે હિતો ઠાકોર પાટણવાડિયા રહેવાસી દિવાળીપુરા તા.જી. વડોદરા, ઉમેશ ઉર્ફે જીગો નટવર પટેલ રહેવાસી પલાસવાડા તા. ડભોઇ જી. વડોદરા તથા રામુ રતિલાલ વસાવા રહેવાસી જોબનટેકરી તા. જી. વડોદરા નાઓને ટવેરા ગાડી નંબર જી જે ૦૬ ઇ એચ ૫૧૦૨ સાથે લૂંટ કરીને લઇ ગયેલ રોકડા રૂપિયા ૧,૬૦,૭૦૦ તથા મોબાઇલ ફોન ૬ વીટી તથા ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ ટવેરા ગાડી મળી કુલ ૬,૮૮,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. તેઓની પૂછપરછ કરતા ફરિયાદી ધર્મેશે સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ગુનાની વધુ તપાસ ડભોઇ પોલીસ પોલીસ ચલાવી રહી છે.

Next Story
Share it