Connect Gujarat
ગુજરાત

વડોદરા: જાણો શહેરમાં સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી બદલ, 23 જાન્યુઆરી સુધી કયા રસ્તાઓ કર્યા બંધ

વડોદરા: જાણો શહેરમાં સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી બદલ, 23 જાન્યુઆરી સુધી કયા રસ્તાઓ કર્યા બંધ
X

વડોદરા શહેરના સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આંબેડકર સર્કલ પાસે બ્રિજની કામગીરી હાથ ધરી હોવાથી તા. 23 જાન્યુઆરીથી કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી ચકલી સર્કલથી આંબેડકર સર્કલ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.

મહાનગર

સેવાસદનની બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી ફ્લાય ઓવર

બ્રિજની કામગીરી ચાલી રહી છે. આંબેડકર સર્કલ પાસે 40 મીટર બ્રિજના સ્પાનની કામગીરી

શરૂ કરવાની હોવાથી આ જંક્શનની કામગીરીની સરળતા અને સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના

વાહન વ્યવહાર તેમજ અવર-જવર માટે તા. 23 જાન્યુઆરી 2020ના રોજથી કામ પૂર્ણ થતાં

સુધી બંધ કરાશે.

અલકાપુરીથી

આવતાં ટ્રાફીકને સુભાનપુરા તરફ જવા માટે ચકલી સર્કલ તરફ જઈને તથા ચકલી સર્કલ તરફથી

આવતાં ટ્રાફિકને અલકાપુરી જવા માટે માનવ સર્કલ તરફ જઈને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ

કરવાનો રહેશે.

Next Story