Connect Gujarat

વડોદરા : પાદરા તાલુકામાં આતંક મચાવનારો દીપડો ઝડપાતાં લોકોને હાશકારો

વડોદરા : પાદરા તાલુકામાં આતંક મચાવનારો દીપડો ઝડપાતાં લોકોને હાશકારો
X

પાદરા તાલુકાના હુસેપુર ગામની સીમમાં મુકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાય જતાં લોકોને હાશકારો થયો છે. છેલ્લા બે વર્ષથી દીપડાની હાજરીના કારણે લોકોમાં ભય ફેલાયેલો હતો.

પાદરાના ચાણસદથી લઇ ને નેદ્રા સુધી આવેલ વિશ્વામિત્ર અને ઢાઢર નદી કિનારે છેલ્લાં બે વર્ષથી નદી કિનારે ઝાડી અને ઝાખરાઓમાં દીપડાની હાજરી જોવા મળી હતી. દીપડાએ અનેક પશુઓને પોતાના શિકાર બનાવતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાય ગયો હતો. દીપડાની હાજરી બાાદ છેલ્લા એક મહિનાથી મેંઢાઢ ની સીમમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. સોમવારના રોજ વહેલી સવારે દિપડો પાંજરામાં પુરાય ગયો હતો. દીપડાને ઝડપી પાડવામાં વન વિભાગની સાથે જીવદયા પ્રેમી સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. દીપડાને હાલ પાદરા ખાતે આવેલી વન વિભાગની કચેરીએ લાવવામાં આવવામાં આવ્યો છે.

Next Story
Share it