શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીનાં આધારે ત્રણેય શખ્સોને ગોલ્ડન ચોકડી પાસેથી પકડી પાડ્યા હતા

વડોદરા શહેરનાં ગોરવા પોલીસ સ્ટેશનના રાયોટીંગ વીથ ખુનની કોશીષના ગંભીર ગુનામા હરદીપસીંગ ઠાકોરની ગેંગના સંડોવાયેલ અને નાસતા ફરતા ત્રણ આરોપીઓને  શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમા ગઇ તા.૨૪/૧૧/૨૦૧૮ ના રોજગઇ તા.૨૪/૧૧/૨૦૧૮ ના રોજ ગુ.ર.નં ફ. ૧૦૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૫૦૬(૨) જી.પી એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો. જેમાં  માથાભારે ઇસમ નામે હરદીપસીંગ ઠાકોર અને તેના સાગરીતો સંડોવાયેલા હતા. આ આરોપીઓ ગુનો કર્યા બાદ નાસતા ફરતા હોય જેઓને શોધી કાઢવાની સુચના હેઠળ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓ અંગે સતત શોધખોળ હાથ ધરી હતી. જેમાં આજરોજ બપોરના સમયે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોકકસ બાતમીનાં આધારે ગોલ્ડન ચોકડી પાસેથી આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ પૈકીના પ્રમોદસીંગ ઉર્ફે પમ્મુ કુંદનસીંગ બીસ્ટ, આકાશ ઉર્ફે ખટ્ટો મધુકર સકપાલ, અમન પ્રતાપસીંગ ભદોરીયા તમામ રહે. વડોદરાનાઓને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ગોરવા પોલીસ સ્ટેસનને આ ત્રણેય આરોપીઓને સોપવા અંગેની તજવીજ હાથ ધરી છે.

ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો જોતાં ફરીયાદી વિકાસ પરષોતમ લોહાણા રહે. વુડાના મકાન ખોડીયારનગર પાસે તેમના જન્મ દિવસની પાર્ટીમા  હરદીપસીંગ ઠાકોરે ગાળો બોલી લાફો માર્યો હતો. ત્યારબાદ મારી નાંખવાની ધમકી આપતો હતો. આ હરદિપસીંગ ઠાકોર તથા તેની ગેંગના માણસો ફરીયાદીને મારવા માટે શોધતા હોવાની વાત સામે આવી હતી. જેથી આ હરદિપસીંગ ઠાકોર તેની ગેંગના માણસો સાથે રેસકોર્ષ ઇન્કલાબ ઝીંદાબાદ સર્કલ પાસે હાજર હોય જયાં ફરીયાદીને બોલાવી આ હરદિપસીંગ ઠાકોર તથા તેના માણસોએ ચપ્પુ તેમજ બેઝબોલની સ્ટીકથી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને ગંભીર ઇજાઓ પોહચાંડતા તેમજ માર મારતા આ બાબતે હરદીપસીંગ  ઠાકોર તેમજ તેની ગેંગના પ્રમોદ ઉર્ફે પમ્મુ, આકાશ સકપાલ, અમન, જૈમીન શાહ વિગેરેનાઓ સામે રાયોટીંગ વીથ ખુનની કોશીષનો ગુનો નોંધાવ્યો હતો.

આ પકડાયેલ ઇસમોમા પ્રમોદસીગ ઉર્ફે પમ્મુનાનો અગાઉ પણ ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશનમા રાયોટીંગ, ખુનની કોશીષ અને મારામારીના ગુનામા પકડાયેલ હોય પાસા હેઠળ પોરબંદરની જેલમા જઇ આવેલ છે. તેમજ આકાશ ઉર્ફે ખટ્ટોનાનો અગાઉ હરદિપસીંગ ઠાકોર સાથે વરણામા પો.સ્ટેમા મારામારીના ગુનામા તેમજ અમન ભદોરીયાનાઓ ફતેગંજ પો.સ્ટેશનમા મારામારીના ગુનામા પકડાયેલ છે. આ ગુનામા સંડોવાયેલ  મુખ્ય આરોપી હરદિપસીંગ ઠાકોરને શોધી કાઢવા અંગેની પ્રયાસ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલ છે.

LEAVE A REPLY