Connect Gujarat
Featured

વડોદરા : મધુ શ્રીવાસ્તવનો વાણીવિલાસ, કહ્યું કલેકટર અને પોલીસને ખિસ્સામાં રાખું છું

વડોદરા : મધુ શ્રીવાસ્તવનો વાણીવિલાસ, કહ્યું કલેકટર અને પોલીસને ખિસ્સામાં રાખું છું
X

વડોદરાના વાઘોડીયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા જ હોય છે. તાજેતરમાં એક મીડિયા કર્મીને આપેલી ધમકી બાદ ચર્ચામાં આવેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે આજે જીલ્લા પંચાયતની સયાજીરાવ બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો.જે કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ અપેક્ષિત હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ તેમ બોલી ગયા કે "કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું."

શિસ્તની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીમાં વારંવાર શિસ્તનું ચીરહરણ કરતા ધારાસભ્ય ફરી એક વાર છકી ગયા હતા. જે ગુડ ગવર્નન્સ ની વાતો કરી પક્ષ મત મેળવવા ના પ્રયત્નો કરે છે તે ગવર્નન્સ એટલેકે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક ધારાસભ્ય ના ખિસ્સામાં હોય તો પ્રજા પાસે શુ વિકલ્પ રહે,?

મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વખતે ચૂંટણી અધિકારીની કચેરીમાં મધુ સમર્થકો એ કાચ ની તોડફોડ કરી હતી. જે ઘટનામાં પોલીસે કે પછી જીલ્લા વહીવટી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધવાની પણ હિંમત કરી નથી. જયારે પત્રકાર ને ઠોકાવી દેવાની ધમકી આપનાર ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે પત્રકારો એ પોલીસ કમિશનર નળ રજુઆત કરી હતી જે ફરિયાદ ની કાર્યવાહી ઠેર ની ઠેર છે. એ જ બતાવે છે કે દબંગાઈ માટે જાણીતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું આજનું નિવેદન તંત્રની લાચારી અને નિર્બળતા ની સાક્ષી પૂરે છે.

Next Story