Connect Gujarat
ગુજરાત

વડોદરા : મહાનગર સેવા સદન દ્વારા માસ્ક પહેર્યા વિના નીકળતા અને જાહેર માર્ગો ઉપર થુંકનાર લોકો પાસેથી દંડનીય વસુલાત કરવામાં આવી

વડોદરા : મહાનગર સેવા સદન દ્વારા માસ્ક પહેર્યા વિના નીકળતા અને જાહેર માર્ગો ઉપર થુંકનાર લોકો પાસેથી દંડનીય વસુલાત કરવામાં આવી
X

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા માસ્ક પહેર્યા વિના નીકળતા અને જાહેર માર્ગો ઉપર થુંકનાર લોકો પાસેથી દંડનીય વસુલાત કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ 12 વહીવટી વોર્ડમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


વડોદરા મહાનગર સેવા દનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જીગ્નેશ ગોહિલની માર્ગદર્શન હેઠળ કોર્પોરેશનના તમામ 12 વહીવટી વોર્ડમાં માસ્ક ન પહેનાર અને જાહેર માર્ગો ઉપર થુંકનાર લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મસીયા કાંસ પાસે જુનીયર ક્લાર્ક રાજેશ ઠક્કરની ટીમ દ્વારા માસ્ક ન પહેરનાર 13 વ્યક્તિઓ પાસે રૂપિયા 200 દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જુનિયર ક્લાર્કે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની મહામારીના સંક્રમણને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માસ્ક પહેર્યા વિના નીકળનાર લોકો પાસેથી રૂપિયા 200નો દંડ વસુલ કરવામાં આવે છે. અને જાહેર માર્ગ ઉપર થુંકતા પકડાય તેની પાસેથી રૂપિયા 100 દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ આગામી દિવસો સુધી ચાલશે.

Next Story