Connect Gujarat
Featured

વડોદરા : સાંસદે પ્રોજેરીયાથી પીડીત યુવતીને લીધી દત્તક, પણ જુઓ યુવતીની વ્યથા

વડોદરા : સાંસદે પ્રોજેરીયાથી પીડીત યુવતીને લીધી દત્તક, પણ જુઓ યુવતીની વ્યથા
X

વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વિશેષ મતદારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ મતદાર એટલે અંજના પરમાર પા ફીલ્મના અમિતાભને જે બિમારીથી પીડીત દેખાડવામાં આવ્યાં છે. તેવી પ્રોજેરીયાથી પીડાઇ રહી છે.

વડોદરાના નંદેસરી ગામમાં રહેતી યુવતી અંજના પરમાર 'પા' ફિલ્મના અમિતાભ બચ્ચન જેવી પ્રોજેરિયા બિમારીથી પીડાય છે. પ્રોજેરિયા પીડિત અંજના પરમારે આજે મતદાન કર્યું હતું. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નંદેસરી ગામમાં રહેતી પ્રોજેરિયા પીડિત અંજના પરમારને દત્તક લીધી હતી.

જોકે, દત્તક લીધા બાદ રંજનબેન ભટ્ટે દત્તક લીધેલી દીકરી અંજના પરમારે તરછોડી દીધી હતી. 6 વર્ષ પહેલાં દીકરીને દત્તક લીધી, ત્યારે રંજનબેન ભટ્ટે અંજનાને 4 જોડી કપડા અને 500 રૂપિયા આપ્યા હતા. પરંતું ત્યારબાદ એક પણ વખત રંજનબેન ભટ્ટ દત્તક દીકરીને મળવા માટે ગયા નથી. અંજનાની માતા કોકિલાબેન પરમારે જણાવ્યું હતું કે, સાંસદ રંજનબેન ભટ્ટે મારી દીકરીને દત્તક લીધી હતી અને સાંસદ દ્વારા કોઇપણ પ્રકારની મદદ કરવામાં આવી છે. તેઓ માત્ર એક વખત આવ્યા હતા, ફરી ક્યારેય તેઓ દેખાયા નથી. અંજના પરમારે જણાવ્યું હતું કે, મે આજે પાંચમી વખત મતદાન કર્યું છે અને મને મતદાન કર્યાં પછી સારૂ લાગે છે. દેશની લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન અવશ્ય કરવુ જોઇએ. હું દરેક ચૂંટણીમાં મતદાન કરવા માટે અચૂક જાઉ છું. અને હું રાજ્યના તમામ મતદારોને પોતાનો કિંમતી મત આપવા માટે અપીલ પણ કરૂ છું.

Next Story