Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ MSUમાં વિદ્યાર્થિનીની પ્રોફેસરે કરી છેડતી, તપાસના અપાયા આદેશ

વડોદરાઃ MSUમાં વિદ્યાર્થિનીની પ્રોફેસરે કરી છેડતી, તપાસના અપાયા આદેશ
X

આર્ટ્સ ફેકલ્ટીના ઉર્દુ વિભાગમાં ટેમ્પરરી પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કરતાં ભારે હોબાળો

વડોદરાની નામાંકિત એમ.એસ. યુનિવર્સિટીમાં વધુ એક શર્મશાર ઘટના સામે આવી છે. જેમાં ગુરૂ શિષ્યનાં પવિત્ર સંબંધોને લાંછન રૂપ ગણાતો છેડતીનો કિસ્સો સામે આવતાં વધુ એક વખત વિવાદમાં આવી છે.

આર્ટસ ફેકલ્ટીમાં ઉર્દુ વિભાગના ટેમ્પરરી પ્રોફેસરે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી કરતા કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ આ ઘટના બનતાજ યુનિવર્સિટી સત્તાવાળાઓએ ઉર્દુ વિભાગને તાળાં મારી દીધા હતા. બીજી બાજુ આ ઘટનાની તપાસ કરવા ડીને વુમન્સ ગ્રીવયન્સ કમિટીને સૂચના આપી છે. સાંજે રિપોર્ટ આવ્યા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મંગળવારે બનેલા આ બનાવ અંગે આજે સવારે અર્પિતા(નામ બદલ્યું છે)એ ડિનને ફરિયાદ કરી હતી. ડિને આ બનાવને ગંભીરતાથી લીધી હતી. અને તુરતજ યુનિવર્સિટીમાં કાર્યરત વુમન્સ ગ્રીવયન્સ કમિટીને તપાસનો આદેશ કર્યો હતો. ડિને તપાસનો હુકમ કરતાજ આ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. આ કમિટી સાંજ સુધીમાં અમિતાએ ઉર્દુ પ્રોફેસર ડો. મહંમદ ઝુબેર ઉપર કરેલા છેડતીના આક્ષેપની ફરિયાદનો રિપોર્ટ ડિનને સુપ્રત કરશે.

ડિન રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ પ્રોફેસર ડો. મહંમદ ઝુબેર સામે આગળની કાર્યવાહી હાથ ધરશે. યુનિવર્સિટીમાં બનેલા છેડતીના આ બનાવે કેમ્પ્સમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. બીજી બાજુ સત્તાવાળાઓ દ્વારા ઉર્દુ વિભાગને તાળા મારી દેવામાં આવ્યા છે. આ ઘટના સાચી પુરવાર થશે તો આવનારા દિવસોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓને નકારી શકાય નહિં.

Next Story