વડોદરાઃ મર્ડરના આરોપમાં જેલવાસ ભોગવતો હતો ‘તીતલી’, પેરોલ બાદ હતો ફરાર

89

ફરાર આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે દમણ ખાતેની એક હોટલમાંથી દબોચી લીધો

સામાજીક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ સલીમ મસાણીના મર્ડરના ગુનામાં પકડાયેલો આરોપી કારાવાસ ભોગવી રહ્યો હતો. બાદમાં વડોદરા મધ્યસ્થ  જેલમાંથી વચગાળાના જામીન પર નીકળ્યા બાદ પર ફરાર થઈ ગયો હતો. જેને શહેર ક્રાઈમ બ્રાંન્ચે દમણ ખાતેની એક હોટલમાંથી દબોચી લીધો હતો. જેને પરક સેન્ટ્રલ જેલનાં હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગંભીર ગુનામાં પકડાયેલ અને જેલમાથી પેરોલ ઉપર છૂટ્યા બાદ ફરાર થયેલા કેદીઓને શોધી કાઢી જેલ હવાલે કરવાની સુચના મળતાં શહેર ક્રાઈમ બ્રાંન્ચ કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની જુદી-જુદી ટીમો આ અંગે કાર્યરત રહેતાં ફરાર થયેલા કેદીઓ પૈકી આસીફ ઉર્ફે તીતલી સલીમ શેખ રહે. રાવપુરા, વડોદરાને ઝડપી પાડ્યો હતો. જે વર્ષ 2013માં સામાજીક કાર્યકર-RTI એક્ટીવિસ્ટ સલીમ મસાનીના મર્ડરના ગુનામાં સીટી પોલીસ સ્ટેશનમાં પકડાયેલો હતો. જ્યુડીશીઅલ કસ્ટડી હેટળ વડોદરાની સેંટ્રલ જેલમાં કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.

આ કેદી ગઇ તારીખ 20 ઓગષ્ટ 2018 ના રોજ વચગાળાના જામીન રજા ઉપર જેલમાંથી બહાર આવ્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા બાદ તેની વચગાળાની જામીન રજા 18 સપ્ટેમ્બર 2018ના રોજ પુરી થતી હતી. નિયત તારીખે તેને પરત જેલમાં હાજર થવાનું હતુ. પરંતુ આ કેદી પરત નિયત તારીખે જેલમાં હાજર ન થતાં ફરાર થઇ ગયો હતો. જેથી તેને શોધી કાઢવા અંગેનો લેખીત પત્ર વડોદરા જેલ તરફથી મળ્યો હતો. આ કેદીની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાતા આ કેદી હાલમાં દમણ ખાતેની નેવ્યાપેલેસ હોટેલમાં રોકાયો હોવાની મળેલી ચોકકસ માહીતીનાં આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દમણ જઈ નેવ્યાપેલેસ હોટેલમાં તપાસ કરી હતી. જ્યાંથી આ કેદી આસીફ ઉર્ફે તીતલીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં કેદીને વડોદરા સેન્ટ્રલ જેલનાં હવાલે કરવા અંગેની તજવીજ કરવામાં આવી છે.

આ પકડાયેલો કેદી  આસીફ ઉર્ફે તીતલી આરોપી વર્ષ 2013માં નવાબવાડામાં રહેતા અને સામાજીક કાર્યકર, આર.ટી.આઇ.એક્ટિવિસ્ટ સલીમ મસાનીના મર્ડરના તેમજ સાહેદ ફીરોજને જાનથી મારી નાખવાની ધમકીનાં ગુનામાં પકડાયેલો હતો. ઉપરાંત વર્ષ 2009 માં આ સલીમ મસાનીને જાનથી મારી નાખવાના ગુનામાં પકડાયેલો છે.

LEAVE A REPLY