Connect Gujarat
Featured

વડોદરા : નાળિયા સમાજના 2,000 લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, જુઓ શું છે ઘટના

વડોદરા : નાળિયા સમાજના 2,000 લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, જુઓ શું છે ઘટના
X

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલાં સ્લોટર હાઉસનો કોન્ટ્રાકટ બહારના વ્યકતિને આપી દેવામાં આવતાં નાળિયા સમાજના લોકોમાં રોષ જોવા મળી રહયો છે.

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં કોર્પોરેશનનું સ્લોટર હાઉસ આવેલું છે.જ્યાં વર્ષોથી મરેલાં ઢોરોનો નાશ કરવામાં આવે છે.મરેલાં ઢોરોમાંથી નીકળતાં ચામડા, અને હાડકાંઓ થકી વર્ષોથી વડોદરા શહેરના નાળિયા સમાજ પોતાનું ગુજરાન છે. પણ હાલમાં મહાનગરપાલિકાએ સ્લોટર હાઉસનું પણ ખાનગીકરણ કરી વડોદરાની બહારના વ્યકતિને કોન્ટ્રાકટ આપી દીધો છે. કોન્ટ્રાકટરે મરેલા પશુઓના નિકાલ માટે મશીન પણ મુકી દેતાં નાળિયા સમાજમાં રોષ જોવા મળી રહયો છે. સમાજના અગ્રણી બળદેવ પરમારની આગેવાનીમાં આ વ્યવસાયમાં સંકળાયેલા કેટલાંક યુવાનોએ ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે પહોંચી કોર્પોરેશન વિરુદ્ધ ભારે સુત્રોચ્ચારો કર્યા હતા.

બળદેવ પરમારે જણાવ્યું હતું કે અમે ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતે બાપદાદાની પેઢીઓથી મરેલા ઢોરોનો ધંધો કરતાં આવ્યા છે. અને આ ધંધો માત્ર નાળિયા સમાજ દ્વારા જ કરવામાં આવે છે. આ ધંધા પર 2000 માણસો પોતાનું જીવન જીવી રહ્યા છે.એક એક ઘરમાં 50 વ્યક્તિનું કુટુંબ છે. સ્લોટર હાઉસનો કોન્ટ્રાકટ આપી દેવાયા બાદ અમારા સમાજના 2,000થી વધારે લોકોની રોજગારી સામે સવાલ ઉભો થયો છે.

Next Story