Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ નંદેસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓનું થયું સન્માન, આ છે કારણ

વડોદરાઃ નંદેસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓનું થયું સન્માન, આ છે કારણ
X

આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા માનવ અધિકાર દિનની ઉજવણી.

વિશ્વ માનવ અધિકાર દિનની ઉજવણીનાં ભાગ રૂપે આજરોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ( ભારત ) દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વડોદરાનાં નંદેસરી પોલીસ મથકમાં દિવસ રાત ફરજ બજાવતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર વિશ્વમાં‘વિશ્વ માનવ અધિકાર દિવસ'ની ઉજવણી તારીખ 10 ડિસેમ્‍બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્‍મની સાથે જે અધિકારો સાથે જન્‍મે છે અને જીવનપર્યંત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્‍ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્‍મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્‍યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે. અને અનિવાર્ય પણ.

સમગ્ર વૈશ્વીક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનના બનાવો બન્‍યા જ કરે છે. જેનું મુખ્‍ય કારણ પોતાના જ અકિારોની જાણકારીનો અભાવ છે અને અન્‍યના અધિકારોની અવગણના પણ.આજરોજવિશ્વ માનવ અધિકાર દિન ની ઉજવણી નાં ભાગ રૂપે આજરોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ( ભારત )બ્યુરો દ્રારા નંદેસરી પોલીસ મથક માં દિવસ રાત ફરજ બજાવતા કર્મચારીઓને મોમેંટૉ અનેં પ્રસસ્તિ પત્ર આપી સન્માન કરવા માં આવ્યુ હતુ.આ પ્રસંગે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ( ભારત ) નાં પદાધીકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Story