Connect Gujarat
ગુજરાત

વડોદરામાં નીકળશે ભગવાન નરસિંહજીનો 281મો પૌરાણિક વરઘોડો, CM રહેશે ઉપસ્થિત

વડોદરામાં નીકળશે ભગવાન નરસિંહજીનો 281મો પૌરાણિક વરઘોડો, CM રહેશે ઉપસ્થિત
X

સાંજે 5 વાગે નરસિંહજી મંદિરેથી પ્રસ્થાન કરીને રાત્રે 11 વાગે તુલસીવાડી પહોંચશે

વડોદરામાં આજે દેવદિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો 281મો પૌરાણિક વરઘોડો નિકળશે. આજે સાંજે 5 વાગે નરસિંહજી મંદિરેથી પ્રસ્થાન કરીને રાત્રે 11 વાગે તુલસીવાડી પહોંચશે. ભગવાનના વરઘોડામાં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપવાનાં છે. બપોરે 4:30 વાગે મુખ્યમંત્રી ભગવાન નરસિંહજીને તિલક અને માળા અર્પણ કરી આશીર્વાદ મેળવશે. જે બાદ ભગવાનનો વરઘોડો નિકળશે. આજે સવારથી જ મંદિર પરિવાર દ્વારા ચાંલ્લા વીધિ શરૂ કરવામાં આવી હતી. નરસિંહજીના વરઘોડા પહેલાં સવારે 9થી બપોરે 4 વાગ્યા સુધી ભગવાનની ચાંલ્લા વિધિ અને ભગવાનના ચરણ સ્પર્શનો ભાવિકોને લ્હાવો મળશે. બપોરે 5 વાગે વરઘોડો નિજમંદિરેથી નિકળી રાતે 11 વાગે તુલસીવાડી પહોંચ્યા બાદ ભગવાન અને તુલસીજીના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિવાહ યોજાશે. આ વરઘોડામાં શ્રદ્ધાળુઓ સાજન-માજન બનીને જોડાશે. જ્યારે શનિવારે સવારે 7 વાગે વરઘોડો નિજમંદિરે પરત પહોચશે.

નરસિંહજીના વરઘોડા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. વરઘોડા સમયે 10 એસીપી,6 ડીસીપી,1 જેસીપી,24 પીઆઇ,89 પીએસઆઇ,967 પોલીસકર્મીઓ, 500 હોમગાર્ડ જવાનો અને 3 એસઆરપી કંપની બંદોબસ્તમાં તૈનાત રહેશે. ગુરુવારના રોજ શહેર પોલીસ દ્વારા વરઘોડાના રૂટ પર રિહર્સલ પર કરાયું હતું. જેમાં પોલીસ કમિશનર હાજર રહ્યા હતા.

Next Story