Connect Gujarat
ગુજરાત

વડોદરા: રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, મતદાન અંગે લોકોને જાગૃત કરવા લેવડાવ્યા શપથ

વડોદરા: રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, મતદાન અંગે લોકોને જાગૃત કરવા લેવડાવ્યા શપથ
X

ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ ૨૫મી જાન્યુઆરી છે. તેને અનુલક્ષીને વડોદરામાં દર વર્ષે 24જાન્યુઆરીના રોજ મતદાર જાગૃતિ પર્વ ઉજવવામાં આવે છે અને તેના ભાગરૂપે શપથ ગ્રહણ, યુવા મતદાર સન્માન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા.

રાષ્ટ્રીય

મતદાતા દિવસની ઉજવણીમાં સહભાગી બનતા પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા ખાતે મતદાન પ્રતિબદ્ધતા શપથ

ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક મહેશ કટારાએ ભારતના

ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે મતદાર તરીકેના કર્તવ્યોના પાલન અને લોકશાહી

પ્રક્રિયાને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રે જિલ્લા

ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો

દ્વારા મતદાર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે

માહિતી કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓને દરેક ચુંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ,વંશ,જ્ઞાતિ, જાતિ,ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના

પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર અવશ્ય મતદાન કરવાના અને લોકતાંત્રિક પરંપરા પાળવાના

શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Next Story