વડોદરા : ચાણસદ તળાવ ખાતે પ્રમુખ સ્વામીજીની પ્રતિમા સ્થાપિત કરી પ્રાગટ્ય તીર્થનો કરાશે વિકાસ

New Update
વડોદરા : ચાણસદ તળાવ ખાતે પ્રમુખ સ્વામીજીની પ્રતિમા સ્થાપિત કરી પ્રાગટ્ય તીર્થનો કરાશે વિકાસ

સ્વામીની પ્રાગટય ભૂમિ છે. ચાણસદના શાંતીલાલભાઈએ આધ્યાત્મ માર્ગમાં ઉચ્ચકોટીએ પહોંચીને બાપ્સ સંસ્થાનું નેતૃત્વ કર્યું છે. દેશ અને વિદેશમાં હજારો મંદિરોનું નિર્માણ કરાવ્યું અને ધર્મ ધજાને ફરકતી રાખવાની સાથે સેવા ધર્મ શીખવાડી લાખો ભાવિકોને કલ્યાણના માર્ગનું માર્ગદર્શન કર્યું. આ રીતે બાપ્સના પ્રમુખ વિશ્વ વંદનીય સંત બન્યા અને ગુજરાતને તથા ભારતને ગૌરવ અપાવ્યું. મહાન સંતની જન્મભૂમિ જગતભરમાં પરમ આસ્થાનું કેન્દ્ર બની છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્યના પ્રવાસન વિભાગે અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે પુણ્ય ભૂમિ ચાણસદના બહુમુખી દર્શનીય વિકાસનું આયોજન કર્યું છે. આ કાર્યમાં બાપ્સના વર્તમાન વડા પરમ પૂજ્ય ગુરુહરી મહંત સ્વામી મહારાજ અને સંત ગણનો પરામર્શ કરવામાં આવ્યો છે. ચાણસદના વિશાળ તળાવની મધ્યમાં પૂ. મહારાજની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરાશે અને કાંઠા સાથે સાંકળતા સેતુઓ (પુલો) બનાવી દર્શનની સરળતા કરવામાં આવશે. આ ઉપરાંત પૂજ્ય સ્વામીજીનો જ્યાં જન્મ થયો તે ઘર (પ્રાગટય ભૂમિ), સ્વામિનારાયણ મંદિર, હનુમાનજી મંદિર અને ચાણસદના તળાવને સાંકળી લઈને “ગ્રીન લેન્ડ સ્કેપિંગ” સહિત નયન રમ્ય વિકાસનું આયોજન સાકાર થવાનું છે. મુખ્ય મંત્રીએ ભૂમિપૂજન દ્વારા પ્રાગટય ભૂમિના વિકાસની વ્યાપક કામગીરી શરૂ કરાવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં બિન નિવાસી ભારતીયો સહિત હજારો યાત્રાળુઓ આ પ્રાગટય તીર્થના દર્શને આવે છે. જેને ધ્યાનમાં રાખીને યાત્રાળુ સુવિધાઓના વિકાસનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, પ્રાસાદિક તીર્થ એવા આ પ્રાગટય તીર્થની સાથે ચાણસદ પણ હવે વિકાસ તીર્થ બનશે.

Latest Stories