IASની ૧૯૯૯ બેચના અજય ભાદુએ સુરત અને બાદમાં જૂનાગઢના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે સિવિલ સર્વિસ કેરીયરની શરૂઆત કરી હતી. છેલ્લાં ૧૯ વર્ષોમાં તેમણે કલેક્ટર, મ્યુનિપલ કમિશનર અને ત્યારબાદ મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે ફરજ બજાવી છે. વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૦માં તેઓને બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત પણ તેમણે સંખ્યાબંધ સરકારી વિભાગો સાથે ફરજ બજાવી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં ભરૂચ જિલ્લાના ડીડીઓ તરીકે તેમણે સરકારી કર્મચારીઓ માટે બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરી હતી. જે તેઓની નોંધપાત્ર કામગીરી ગણાય છે. તેઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડના સી.ઈ.ઓ. અને વી.સી. તરીકે ફરજ બજાવી રહ્યા હતાં. ત્યારે તેમની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ હતી અને ગત વર્ષે જુલાઈ માસમાં જ તેમણે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.

અજય ભાદુની પ્રેસિડન્ટના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક અંગે ભારત સરકારના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા આજ રોજ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં અજય ભાદુ દિલ્હી જઈ રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here