Connect Gujarat
Featured

વડોદરા : એક તરફ શિક્ષક દિનની ઉજવણી, તો બીજી તરફ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન, જાણો શું છે કારણ..!

વડોદરા : એક તરફ શિક્ષક દિનની ઉજવણી, તો બીજી તરફ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન, જાણો શું છે કારણ..!
X

દેશભરમાં 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વડોદરા ખાતે શિક્ષક દિને જ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટ્યુશન ક્લાસિસના સંચાલકો અને શિક્ષકોએ ટ્યુશન ક્લાસિસને ફરી રાબેતા મુજબ શરૂ કરવાની માંગ સાથે દેખાવો કર્યો હતો.

વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ટ્યુશન ક્લાસિસના સંચાલકો અને શિક્ષકોએ ટ્યુશન ક્લાસિસને ફરીથી રાબેતા મુજબ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં છેલ્લા 6 મહિનાથી ટ્યુશન ક્લાસિસ બંધ રહેતા ટ્યુશન ક્લાસિસના સંચાલકો અને શિક્ષકોની હાલત ઘણી કફોડી બની છે, ત્યારે સરકાર દ્વારા અનલોક-4માં પણ ટ્યુશન ક્લાસિસને ખોલવાની મંજૂરી ન અપાતાં ટ્યુશન ક્લાસિસના સંચાલકો અને શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં વિરોધ દરમ્યાન હાજર તમામ શિક્ષકોએ ટ્યુશન ક્લાસ ફરી રાબેતા મુજબ કરવાની માંગ ઉઠાવી હતી, ત્યારે વહેલીતકે ટ્યુશન ક્લાસિસ ફરી શરૂ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસના સંચાલકો માટે રાહત પેકેજ સહિત વિવિધ ટેક્સમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Next Story