Connect Gujarat
Featured

વડોદરા : 30 રૂપિયાની લાલચમાં વેપારીએ 5 હજાર રૂપિયા ગુમાવ્યાં, જુઓ કેવી રીતે ?

વડોદરા : 30 રૂપિયાની લાલચમાં વેપારીએ 5 હજાર રૂપિયા ગુમાવ્યાં, જુઓ કેવી રીતે ?
X

વડોદરા જિલ્લાના તાલુકા મથક પાદરામાં ધોળા દિવસે ચીલઝડપનો બનાવ બન્યો છે. ગઠિયાઓ વેપારીની નજર ચુકવી 5 હજાર રૂપિયા રોકડા અને બે મોબાઇલ ફોન ભરેલો થેલો ઉચકી ફરાર થઇ ગયાં હતાં.

તમને કોઇ આવીને કહે છે તમારી ચલણી નોટો પડી ગઇ છે તો સાવધાન થઇ જજો. પાદરામાં આવી જ મોડસ ઓપરેન્ડીથી ગઠિયો ધોળા દિવસે વેપારી સાથે ચીલઝડપ કરી ફરાર થઇ ગયો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પાદરાની ચોકસી ગર્લ્સ હાઇસ્કુલ નજીક અશોક મિસ્ત્રી મોબાઇલ રીચાર્જ કરવાની દુકાન ધરાવે છે. શનિવારે સવારે તેમણે રાબેતા મુજબ પોતાની દુકાન ખોલી હતી તે વેળા એક યુવાને આવી તેમને તમારી 10 અને 20 રૂપિયાની નોટ પડી ગઇ છે તેમ જણાવ્યું હતું. તેઓ નોટ લેવા ગયાં ત્યારે નજર ચુકવીને યુવાન દુકાનમાં મુકેલો થેલો લઇ રફુચકકર થઇ ગયો હતો. થેલામાં 5 હજાર રૂપિયા રોકડા, બે મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડ હતાં. દુકાનમાં થેલો નહિ જોતાં વેપારીએ બુમરાણ મચાવતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. બનાવ સંદર્ભમાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Next Story