Connect Gujarat
Featured

વડોદરા : પાદરાના સઢા ગામે દિવાલ ધરાશાયી થતાં ચાર વ્યકતિઓને ઇજા

વડોદરા : પાદરાના સઢા ગામે દિવાલ ધરાશાયી થતાં ચાર વ્યકતિઓને ઇજા
X

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સઢા ગામે જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી થતાં ચાર લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ત્યારે મકાન ધરાશાયી થવાના બનાવો પણ બની રહયાં છે. પાદરા તાલુકાના સઢા ગામે જર્જરીત મકાનની દિવાલ ધરાશાયી થતાં ચાર લોકોને ઇજા પહોંચી છે. ગામના ચામુંડા માતાવાળા ફળિયામાં આ બનાવ બન્યો હતો. ફળિયામાં આવેલાં જર્જરીત મકાનની દીવાલનો કાટમાળ પડતાં ચાર લોકો ઘાયલ થયાં હતાં. આ બનાવમાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

Next Story