Connect Gujarat
Featured

વડોદરા : પુત્રી છે પેરાલીસીસની દર્દી, લોક ડાઉનથી પિતા લાચાર, જુઓ પછી કોણ આવ્યું મદદે

વડોદરા : પુત્રી છે પેરાલીસીસની દર્દી, લોક ડાઉનથી પિતા લાચાર, જુઓ પછી કોણ આવ્યું મદદે
X

સાંપ્રત સમયમાં લોકડાઉન દરમિયાન લોકો પર લાઠીઓ વિંઝતી પોલીસના વિડીયો તમે જોયા હશે પણ અમે તમને બતાવવા જઇ રહયાં છે એવો વિડીયો કે જેમાં પોલીસ સાચા અર્થમાં દેવદુત બનીને આવી છે.

સંસ્કારી નગરી વડોદરા આમ તો ચોવીસ કલાક ધમધમતું શહેર.. પણ હાલ લોક ડાઉનના કારણે શહેર ભેંકાર બની ગયું છે. લોક ડાઉનની સ્થિતિમાં ભુમિનગરમાં રહેતો માસ્ટર પરિવાર ભારે મુશ્કેલીમાં હતો. આર.કે.માસ્ટરની પુત્રી પેરાલીસીસથી પીડાય છે અને તેને સારવારની જરૂર છે પણ લોક ડાઉનના કારણે વાહનો નહિ મળવાના કારણે તેની સારવાર અટકી પડી હતી. વડોદરાના પ્રજાવત્સલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટના ધ્યાને આ બાબત આવી તેમણે તાત્કાલિક વારસિયા પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.

વારસિયાના પીઆઇ એસ.એસ.આનંદ તેમની ટીમ સાથે ભુમિનગરમાં પહોંચી ગયાં હતાં. પેરાલીસીસથી પીડાતી યુવતીને દવાખાને સારવાર માટે લઇ ગયા અને સારવાર બાદ પરત ઘરે પણ મુકી આવ્યાં હતાં. પોલીસના આ કાર્યની ચોમેરથી પ્રસંશા થઇ રહી છે. લોક ડાઉન દરમિયાન પોલીસ માત્ર લાઠીઓ નથી વિઝંતી પણ જરૂરીયાતમંદોને મદદ પણ કરે છે તે આ કિસ્સા પરથી સાબિત થાય છે.

Next Story