Connect Gujarat
Featured

વડોદરા : શ્રાવણીયા જુગાર પર પોલીસના દરોડા, 86 જુગારીઓને ઝડપી રૂ.27.48 લાખની મત્તા કરાય જપ્ત

વડોદરા : શ્રાવણીયા જુગાર પર પોલીસના દરોડા, 86 જુગારીઓને ઝડપી રૂ.27.48 લાખની મત્તા કરાય  જપ્ત
X

વડોદરા શહેરમાં શ્રાવણનો જુગાર પુરબહારમાં ખિલ્યો હોય તેમ લાગી રહ્યું છે પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી લાખો રૂપિયાના જુગાર ઝડપી પાડયા છે. પોલીસે દરોડા દરમ્યાન 86 જુગારીઓને ઝડપી પાડી 27.48 લાખની મત્તા કબ્જે કરી હતી.

ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે કોઠી તલાવડી ભવાની હોટલ પાછળ ડુમાર ચાર રસ્તા પાસે સરોજ બહેન માળી ઝૂંપડાની બહાર જુગાર રમાડી રહી છે જેના આધારે પોલીસે દરોડો પાડી બાર જુગારીઓને ઝડપી પાડયા હતા દરોડા દરમિયાન પોલીસે દસ નંગ મોબાઇલ કિંમત રૂ 38000 તથા અંગજડતી ના રૂપિયા 10300 તથા જમીન ઉપરના રૂપિયા 5120 તેમજ ૫ વાહનો મળી કુલ 2,03,420 રૂપિયાની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ રૂપમ ટોકીઝની બાજુમાં આવેલ સૂર્ય દીપ ચેમ્બરમાં જુગાર રમાડી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડયા હતા દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 55,700 તેમજ પાંચ નંગ મોબાઇલ ફોન તથા વાહનો સહિત કુલ રૂપિયા 1,18 700 ની મત્તા કબજે કરી તમામ જુગારીઓની અટકાયત કરી હતી.

તેમજ ગોત્રી પોલીસ ને ચોક્કસ માહિતી મળી હતી કે વાસણા ગામના ખુલ્લા મેદાનમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી 8 જુગારીઓને ઝડપી પાડયા હતા દરોડા દરમિયાન પોલીસે અંગ ઝાડતી ના રૂપિયા 10400 તથા જમીનના ઉપરના 4100 તથા પાંચ નંગ મોબાઇલ ફોન અને ચાર ટુ વ્હીલર વાહનો સહિત કુલ 1,15,500 રૂપિયાની મત્તા કબજે કરી હતી.

જ્યારે માંજલપુર પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતી કે મકરપુરા જીઆઇડીસી યુનિયન બેન્ક ની સામે વિનાયક એન્જિનિયરિંગ 523 માં એક વ્યક્તિ જુગાર રમાડી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે જમીન ઉપરના 6360, દાવ પરના 4240, મોબાઈલ ફોન 8 નંગ , ટુ વહીલર વાહનો 3 સહિત 1,89,600 ની મત્તા કબજે કરી હતી.

માંજલપુર પોલીસે બીજા દરોડામાં જણાવ્યું હતું કે, માંજલપુર પોલીસ ને બાતમી મળી હતી કે મુખ્યમંત્રી આવાસ યોજનામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પટ પરના 9410, દાવ પરના 4200, ચાર મોબાઈલ ફોન , એક કાર સહિત 4,33,610 રૂપિયા ની મત્તા કબજે કરી હતી.

માંજલપુર પોલીસે ત્રીજા દરોડામાં જણાવ્યું હતું કે માંજલપુર પોલીસને બાતમી મળી હતી કે વડસર રોડ કેવલ ચોકડી પાસે નિસર્ગ એવન્યુમાં ભાવનાબેન પિપરોતર નામની મહિલા જુગાર રમાડી રહી છે જેના આધારે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડયા હતા દરોડા દરમિયાન પોલીસે પટ ઉપરના 9040, 3 નંગ મોબાઈલ ફોન , એક્ટિવા , કાર સહીત 1.50 લાખની મતા કબ્જે કરી હતી.

જ્યારે પાણીગેટ પોલીસે ને બાતમી મળી હતી કે વાડી વિસ્તારમાં નવાપુરા દેવ નો ખાંચો ગિતેશ્વરી નામના મકાનમાં અશ્વિન સોની નામનો વ્યક્તિ જુગાર રમાડી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડો પાડી બાર જુગારીઓને ઝડપી પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસે અંગજડતી ના 16920, જમીન દાવ પરના 4500, સહિત 1,99,420 રૂપિયાની મત્તા કબજે કરી હતી

જ્યારે પીસીબી પોલીસ ની ટીમને બાતમી મળી હતી કે અજબડી મીલના ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી 17 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે અંગજડતીના 98,050 , દાવ પરના 15,050, તથા 6 મોબાઇલફોન સહિત 1,34,100 ની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં પીસીબી પોલીસે જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ પર રત્નકુંજ સોસાયટી માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી 8 જુગારીઓને ઝડપી પાડયા હતા. દરોડા દરમ્યાન પોલીસે અંગજડતીના 26,900 , જમીનદાવ પરના 4500, મોબાઈલ ફોન 8 , 3 કાર , 2 ટુ વ્હીલર વાહનો સહિત 9,99,400ની મત્તા કબ્જે કરી હતી.

તેમજ સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી રેલવે સ્ટેશન પ્રવેશ દ્વાર પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે . જેના આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા , બે મોબાઈલ ફોન તથા ચાર રીક્ષા સહિત 2,04,420 ની મત્તા કબ્જે કરી હતી.

Next Story