વડોદરા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉતર્યા માસ સીએલ પર, જુઓ તેમની છે શું માંગણી

0
National Safety Day 2021

રાજ્યમાં કોરોના વેક્સિનના આગમન થયું છે તો બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વડોદરા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 700 જેટલા કર્મચારીઓએ ભેગા થઇને વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, પગાર સહિતના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ વેક્સિનની કામગીરીથી અલિપ્ત રહેશે. જિલ્લા પંચાયત ભવન ખાતે પોસ્ટર્સ અને બેનર્સ સાથે એકઠા થયેલા કર્મચારીઓ દ્વારા તંત્ર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી ગયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમર્ચારીઓ જિલ્લા પંચાયત ખાતે ભેગા થયા હતા અને નિયમિત પગાર, પીએફ, મેડિકલ સુવિધા, કપડા વગેરેની સુવિધા પૂરી પાડવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તંત્ર વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યાં બાદ જિલ્લા વિકાસ અધિકારીને વણઉકલ્યા પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં છેલ્લા બે માસથી બાકી પડતો પગાર પગાર સ્લિપ સાથે આપવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પી.એફ., મેડિકલ સુવિધા સહિતના પ્રશ્નો હલ કરવા ઉપરાંત આઉટ સોર્સિગથી ભરતી બંધ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here