Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ રંગોળીનાં કલાકારોએ બનાવી 5 હજાર સ્કવેર ફૂટની વિશાળ રંગોળી

વડોદરાઃ રંગોળીનાં કલાકારોએ બનાવી 5 હજાર સ્કવેર ફૂટની વિશાળ રંગોળી
X

એકદંત ગ્રુપના 30 રંગોળી કલાકારોના સાથ સહકારથી 5 કલાકમાં રંગોળી તૈયાર કરાઈ.

વડોદરા શહેરમાં આવેલી એમસીઆઈ સ્કુલ ખાતે 30 જેટલા રંગોળી કલાકારોએ સાથે મળીને 5 કલાકમાં 5 હજાર સ્કવેર ફૂટ જેટલી વિશાળ રંગોળી તૈયાર કરી હતી. રંગોળીએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. રંગોળીને નિહાળવા માટે લોકો ઉમટી પડયા હતા.

વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં એમસીઆઈ સ્કુલ આવેલી છે. સ્કુલમાં એકદંત રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા સોમવારે રંગોળી પાડવાનું આયોજન કર્યું હતું. રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કલાકારોએ સોમવારની વહેલી સવારે છ વાગ્યાથી શરૂ કરીને 11 વાગ્યા સુધીમાં માત્ર 5 કલાકમાં 5000 સ્કેવર ફુટ જેટલી રંગોળી પડી હતી. રંગોળી પાડવામાં એકદંત કલાકાર ગ્રુપના 30 જેટલા કલાકારોના સાથસહકારને કારણે 5000 સ્કવેર જેટલી રંગોળીનું નિર્માણ થયું હતું. આ રંગોળીમાં 650 કિલો જેટલો કલર વપરાયો હતો. આ રંગોળીને જોવા માટે શહેરભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. રંગોળીનું આકર્ષણ એટલુ સુંદર છે કે જેને પાંચમા માળ ઉપરથી જોતા જાણે કોઈ જાજમ બિછાવી હોય તેમ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.

Next Story