Connect Gujarat
Featured

વડોદરા : 3955 મે.ટન ઘઉં, 1674 મે .ટન ચોખા અને 207 મે.ટન ચણાદાળનું પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવશે

વડોદરા : 3955 મે.ટન ઘઉં, 1674 મે .ટન ચોખા અને 207 મે.ટન ચણાદાળનું પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવશે
X

એપ્રિલ માસની 1 લી તારીખ થી વિનામૂલ્યે જથ્થાનું વિતરણ કરાશે

સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આવા સમયે લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ની રાહબરી હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા શહેર જિલ્લાના લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે તે માટે જિલ્લા પ્રશાસન સતત કાર્યરત છે. જેથી લોકોને મુશ્કેલી ન પડે. વડોદરા શહેર જિલ્લામાં 3955 મે.ટન ઘઉં, 1674 મે.ટન ચોખા, 207 મે.ટન ચણાદાળ,334 મે.ટન ખાંડ અને 259 મે.ટન મીઠાના આગોતરા જથ્થાનું એપ્રિલ માસમાં પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્ય વિતરણ કરવામાં આવનાર છે.

જિલ્લા પુરવઠા અધિકારી ગોકલાની એ જણાવ્યું કે શહેર જિલ્લાની 803 સસ્તા અનાજની દુકાનો પરથી એપ્રિલ માસની શરૂઆત થી પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને આ જથ્થાના વિનામૂલ્યે વિતરણનું અસરકારક આયોજન પુરવઠા તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવ્યું છે.તમામ દુકાનો પર આગોતરો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.

તેમને જણાવ્યું કે દર માસે સામાન્ય રીતે રેશનની દુકાન પરથી જથ્થો મેળવતા અને કાયમી પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે જથ્થાનું વિતરણ 1લી એપ્રિલ થી શરુ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે સોશીયલ ડિસ્ટન્શીંગ જળવાઈ રહે તે માટે દરેક દુકાન પર ભીડ ટાળવા દુકાનદાર ને મદદરૂપ થવા માટે દરેક દુકાન પર અન્ય સરકારી કર્મચારી ને પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત બે ગ્રાહકો વચ્ચે યોગ્ય અંતર જળવાય એ માટે વર્તુળો દોરવાની સૂચના દુકાનદારોને આપવામાં આવી છે.

તેમને ઉમેર્યું કે જે વ્યક્તિનું રેશનકાર્ડમાં નામ હોય અને આધારકાર્ડ સાથે લિંક હોય તેટલી વ્યક્તિઓને જ તેમને મળવા પાત્ર જથ્થો આપવામાં આવશે. વડોદરા શહેર જિલ્લામાં આ કામગીરી આગામી તારીખ ત્રણ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

Next Story