Connect Gujarat
ગુજરાત

વડોદરા : વિજયા એકાદશમીએ પથ સંચાલનની પરંપરા RSSએ જાળવી રાખી

વડોદરા :  વિજયા એકાદશમીએ પથ સંચાલનની પરંપરા RSSએ જાળવી રાખી
X

હિન્દૂ રાષ્ટ્ર માટે વર્ષોથી કાર્યરત સંસ્થા રાષ્ટ્રિય

સ્વયં સેવક સંઘની વડોદરા શાખા દ્વારા વિજયા એકાદશીને દિવસે સંસ્થાપક ગુરુજી તેમજ

છત્રપતિ શિવાજી મહારાજના જન્મ દિવસ નિમિત્તે પૂર્ણ ગણવેશમાં પથ સંચાલનનું આયોજન કરવામાં

આવ્યું. પથ સંચાલનમાં વડોદરા શહેર જિલ્લાનાં 1000થી વધુ સ્વયં સેવકો જોડાયા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દૂ રાષ્ટ્રની રચના તેમજ રાષ્ટ્રિયતાની

ભાવનાથી રચાયેલ ભારતનું સહુથી જુનું સંગઠન છે. સામાન્ય રીતે સંઘ દ્વારા વિજયા

દશમીને દિવસે પથ

સંચાલન યોજવામા આવતું હોય છે. પરંતુ સ્થાપક પ.પૂ. ગુરુજીના જન્મદિવસ અને છત્રપતિ

શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમીતે વડોદરા શહેરના ત્રણ સ્થળો પરથી આરએસએસના

કાર્યકર્તાઓ અર્થાત સ્વયંસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

પોલો ગ્રાઉન્ડ, નવલખી

ગ્રાઉન્ડ તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ

પૂર્ણ ગણવેશ પહેરીને હાથમાં દંડ લઈને પથ સંચાલનમાં જોડાયા હતા. સંઘના પારંપરિક ઘોષ

પથક પણ જોડાયું હતું. અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસેના સિગ્નલ પાસે ત્રનેવ બાજુથી

શિસ્ત બદ્ધ રીતે પથ સંચાલન કરતા સ્વયં સેવકો અકોટા બ્રિજ થઈને નવલખી મેદાનમાં

એકત્ર થયા હતા. પથ સંચાલનનું ઠેર ઠેર પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું

હતું.ત્યાર બાદ ઉપસ્થિત સ્વયંસેવકો માટે ગોપાલભાઈ રુણકરનો બૌદ્ધિક વર્ગ યોજાયો હતો.જેમાં વિભાગ સંઘચાલક બલદેવભાઈ પ્રજાપતિ મહાનગરના સંઘચાલક ડો.

વ્રજેશભાઈ શાહ ઉપસ્થિત રહયા હતા.

Next Story