Connect Gujarat
ગુજરાત

વડોદરા : ભારતના વીર સપૂત મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા ક્ષત્રિય સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું

વડોદરા : ભારતના વીર સપૂત મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા ક્ષત્રિય સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું
X

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ક્ષત્રિય સેના દ્વારા ભારતના વીર સપૂત અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા બાબતે ક્ષત્રિય સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

ભારતના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી યોદ્ધા અને ક્ષત્રિય મહારાજાને જીવનશૈલી માટે સમગ્ર દેશના ક્ષત્રિયો ભારે માન ધરાવે છે. તેવામાં રાજ્યના વિવિધ મુખ્ય માર્ગો તેમજ ચાર રસ્તા ઉપર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવે તેવી સમગ્ર દેશના ક્ષત્રિયોમાં લાગણી વર્તાઇ રહી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને પોતાનો પ્રસ્તાવ મુકવાનો અનુરોધ કર્યો હતો. ઈતિહાસમાં મહાપરાક્રમી અને સ્વાભિમાની તરીકે પંકાયેલા અને પોતાના રાજ્ય ખાતર મોગલો સામે અનેક પડકારો ઝીલીને સંગ્રામ છેડનાર મહારાણા પ્રતાપની હજારો વાતો ઇતિહાસમાં સમાયેલી છે, ત્યારે ક્ષત્રિય સમાજ સાવલી-ડેસર દ્વારા પોતાના કુળના મહાપ્રતાપી એવા મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે.

Next Story