Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શ યોજાયું, 26 કૃતિઓ થઈ સામેલ

વડોદરાઃ CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શ યોજાયું, 26 કૃતિઓ થઈ સામેલ
X

જિલ્લાની 11 શાળાનાં વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો

વડોદરા જીલ્લાનું CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખાંડી ગામ ખાતે યોજાયું હતુ. " જીવનનાં પડકારોમાં વિજ્ઞાનનો ઉપયોગ" વિષય ઉપર યોજાયેલા આ પ્રદર્શનમાં જીલ્લાની 11 શાળાઓમાંથી 26 જેટલી કૃતિઓ દર્શાવવામાં આવી હતી.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="65224,65225,65226,65227,65228"]

સમગ્ર કાર્ય ક્રમમાં વિદ્યાર્થીઓ દ્રારા ગણિત અને વિજ્ઞાનને પ્રદર્શિત કરતી સુંદર કૃતિ ઓ રજુ કરવામાં આવી હતી. યોજાયેલા પ્રદર્શનનાં કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય સલાહકાર સોનલ બેન જોશી, આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ગુજરાત એકમનાં ફિરોઝ મેમણ, વિવિધ શાળાનાં આચાર્યો, શિક્ષકો અનેં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનાં ઉદેશ્ય સાથે ખાણી પીણીનાં સ્ટોલ અને આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ગુજરાત એકમ તરફથી વિદ્યાર્થીઓને સિઁલ્ડ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.

Next Story