Connect Gujarat
Featured

વડોદરા : કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનાર મોલ કરાયા સીલ

વડોદરા : કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનાર મોલ કરાયા સીલ
X

વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા ચિંતાજનક કેસોનો વધારો થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની બનાવવામાં આવેલ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સવારથી શહેરના તમામ વિસ્તારોમાં કડક ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં ઇવા મોલ, ઈન ઓરબિટ મોલ, રિલાયન્સ સ્માર્ટ સુપર માર્કેટ, સેન્ટ્રલ મોલ સહિત શોપિંગ મોલ સહિત 200થી વધુ દુકાનો-લારીઓને સીલ મારવામાં આવી હતી.

ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે શનિવાર સવારથી વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ તંત્રની બનાવવામાં આવેલી એન્ફર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સમગ્ર શહેરમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં માંજલપુર ખાતે આવેલા ઇવા મોલ, ઈન ઓરબિટ મોલ, રિલાયન્સ સ્માર્ટ સુપર માર્કેટ, ગેંડા સર્કલ ખાતે આવેલા સેન્ટ્રલ મોલને 3 દિવસ માટે સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત 25 ઉપરાંત ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટની દુકાનો તેમજ ચોખંડી, બરાનપુરા, મંગળબજાર, ગોરવા, સુભાનપુરા ખાતે દુકાનો, ખાણી-પીણીની લારીઓ, પાનના ગલ્લાઓને સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત માસ્ક પહેર્યા વિના વ્યવસાય કરતા, માસ્ક પહેર્યા વિના જણાઇ આવેલા તેમજ સોશ્યલ ડિસ્ટન ન જાળવનારાઓ સામે દંડની કાર્યવાહ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસો ઝડપભેર વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આગામી 15 દિવસ મહત્વના છે. ત્યારે શુક્રવારે વડોદરા મહાનગર સેવા સદન, પોલીસ તંત્રની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખાસ ફરજ ઉપરના અધિકારી ડો. વિનોદ રાવ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણને અટકાવવા માટે આ ટીમો દ્વારા સવારથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને કોવિડ-19ની ગાઇડ લાઇનનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Next Story