સ્પોટ ઉપર ટેસ્ટ કરતાં 2 લોકોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા, અત્યાર સુધી 7 રિપોર્ટ પોઝીટીવ મળ્યા

વડોદરા શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવે છે. ત્યારે શહેરમાં ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ અને તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી યુવા પેઢી આવા નશાની આદી બની રહી છે. જેને લઈ વડોદરા પોલીસે સ્પોટ ઉપર જઈને ડ્રગ્સ ટેસ્ટ કરવાની કિટનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જેનાથી ડ્રગ્સ એડિક્ટેડ લોકોને પકડી શકાય.વડોદરા શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી ઝાડી – ઝાંખરા વાળી જગ્યાઓમાં આવી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શોનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પોલીસને સાંપડી હતી. જેના પગલે આજરોજ વડોદરા એસઓજીની ટીમ ડ્રગ્સ ટે્સ્ટ કિટ લઈને ભીમનાથ બ્રિજ નીચે પહોંચી હતી. જ્યાં કેટલાંક ઈસમો નશો કરતા હોવાની બાતમી મળતાં સ્થળ ઉપર હાજર શખ્સોનું સ્પોટ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

એસઓજીની ટીમે સ્થળ ઉપર ટેસ્ટિંગ કરતાં બે શખ્સોનાં રિપોર્ટચ પોઝીટીવ આવ્યા હતા. એસઓજી પોલીસે આવી રીતે કરેલા સ્પોટ ટેસ્ટમાં અત્યારસુધીમાં 7 લોકોનાં પોઝીટીવ રિપોર્ટ આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. વડોદરા પોલીસે અપનાવેલી આ સ્પોટ ટેસ્ટ કિટની કામગીરીથી નશીલા પદાર્શોનું છુપી જગ્યાએ જઈને સેવન કરતાં તત્વો માં ફફડાટ જોવા મળ્યો છે.

LEAVE A REPLY