Connect Gujarat
Featured

વડોદરા : તાંદલજામાં જવેલર્સ શોરૂમમાં બેઠા હતાં ત્યાં અચાનક ધસી આવ્યો એક હથિયારધારી યુવાન, જુઓ પછી શું થયું

વડોદરા : તાંદલજામાં જવેલર્સ શોરૂમમાં બેઠા હતાં ત્યાં અચાનક ધસી આવ્યો એક હથિયારધારી યુવાન, જુઓ પછી શું થયું
X

વડોદરા શહેરના તાંદલજા રોડ પર રાજવી ટાવર સ્થિતમાં કૃપા જ્વેલર્સના માલિક ઉપર લૂંટારૂએ ચાકૂથી જીવલેણ હુમલો કરીને શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હોવાની ઘટના બાદ પોલીસ દોડતી થઇ છે.

વડોદરા શહેરના તાંદલજા રોડ ઉપર રાજવી ટાવરમાં માં કૃપા જવેલર્સ નામનો સોના-ચાંદીના દાગીનાનો શોરૂમ આવેલો છે. જેના માલિકા રાજેશ સોની બપોરના 12:30થી 1 વાગ્યાની આસપાસ પોતાના શો-રૂમમાં હતા. તે સમયે એક વ્યક્તિ શોરૂમમાં ધસી આવ્યો હતો અને રાજેશભાઇ સોની કંઇ વિચારે તે પૂર્વે ફિલ્મી ઢબે તેમના ઉપર ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો અને શો-રૂમના ડિસ્પ્લે તેમજ બે ડ્રોઅરમાં મૂકેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં ફરાર થઇ ગયો હતો. બીજી તરફ શો-રૂમમાંથી ચિસો અને અવાજ ઉઠતા રાજવી ટાવરમાં આવેલી અન્ય દુકાનોમાંથી વેપારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યાં હતાં.

બનાવની જાણ થતાં જે.પી.રોડ પોલીસનો કાફલો પણ આવી પહોચ્યો હતો. રાજેશ સોનીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં શો-રૂમના માલિક રાજેશભાઇ સોની અને જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર વચ્ચે લગભગ એકથી દોઢ કલાક સુધી પહેલા ચર્ચા થઇ હતી. ચર્ચા દરમિયાન લૂંટારાએ જીવલેણ હુમલો કરી શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હોવાની વિગતો સપાટી પર આવી છે. નાણાકીય લેતીદેતીમાં રાજેશભાઇ ઉપર હુમલો થયો હોવાની શકયતાઓ પણ પોલીસે નકારી નથી.

Next Story