Connect Gujarat
Featured

વડોદરા : શહેરની બે શાળાઓએ વાલીઓને ચુકવવા પડશે 73 લાખ રૂપિયા પરત

વડોદરા : શહેરની બે શાળાઓએ વાલીઓને ચુકવવા પડશે 73 લાખ રૂપિયા પરત
X

વડોદરા શહેરની બે શાળાઓએ વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી ઉઘરાવી હોવાની ફરિયાદ ફી રેગ્યુલેશન કમિટીને મળ્યાં બાદ કમિટીએ એકશન લઇને બંને શાળાઓને મળી કુલ 73 લાખ રૂપિયા વાલીઓને પરત કરવા હુકમ કર્યો છે.

વડોદરા ની ફી રેગ્યુલેશન કમિટી એ શહેરની નામાંકિત બે શાળાઓ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ અને સંત કબીર સ્કૂલને વિદ્યાર્થીઓને ફી પરત કરવા આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓ દ્વારા આડેધડ ઉઘરાવવામાં આવતી ફી ને અંકુશમાં રાખવા એફ.આર.સી.ની રચના કરી હતી. પરંતુ કેટલાક શાળા સંચાલકો સરકારના આદેશને પણ ઘોળીને પી ગયાં હતાં. વડોદરાની બંને શાળાઓએ આડેધડ ફીની વસુલાત કરી હોવાની ફરિયાદ ફી રેગ્યુલેશન કમિટીને મળી હતી. ફરિયાદ મળ્યાં બાદ શાળા સંચાલકોને બોલાવી સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણીમાં બંને શાળાઓએ નિયમો કરતાં વધારે ફીની વસુલાત કરી હોવાનું બહાર આવતાં કમિટીએ એકશન લીધાં છે. જેના ભાગરૂપે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ના 1516 વિદ્યાર્થીઓ ની 36.99 લાખ અને સંત કબીર સ્કૂલના 563 વિદ્યાર્થીઓ પાસે વધુ ઉઘરાવેલ ફી રૂ.26 લાખ મળી કુલ 73 લાખથી વધુ રકમ વાલીઓને પરત કરવા આદેશ કર્યો છે.બીજી તરફ વડોદરા પેરેન્ટ્સ એસો.ના સભ્યોએ પણ એફ.આર.સીના નિર્ણયને આવકાર્યો છે......

Next Story