વરણામાં પોલીસ મથકની હદમાં આવેલા વડોદરા તાલુકાના સુંદરપુરા અને શાહપુરા ગામ વચ્ચે મોટરસાયકલ સવાર બે યુવકોને નડેલા અકસ્માતમાં બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજવા પામ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના સુંદરપુરા અને શાહપુરા ગામ વચ્ચેથી મોટર સાઈકલ પર સવાર થઈને જઈ રહેલા બે યુવકોની મોટર સાઇકલ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા બંને યુવકોને થયેલી ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતાં લોકટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા. ઘટનાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને કરાતા ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં મોતને ભેટનાર બંને યુવકોના મૃતદેહોને પી એમ અર્થે પોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે. અકસ્માત સંદર્ભે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY