ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં વડોદરાનો કોઈ ઉમેદવાર પાસ નહીં થતાં ભ્રષ્ટાચારના પૂતળાનું દહન કર્યું

હાલ રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીકનો મામલો ગરમાયો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં 142 ક્લાર્કની ભરતી માટે તાજેતરમાં જ લેવાયેલી પરીક્ષામાં વડોદરાના એકપણ ઉમેદવાર પાસ નહીં થતાં ભ્રષ્ટાચાર થયો હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. જે સંદર્ભે આજે ભ્રષ્ટાચારના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. તથા સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય તપાસની માંગણી કરી હતી.વડોદરા મહાનગર પાલિકાએ 142 ક્લાર્કની ભરતી બહાર પાડી તેના માટે તાજેતરમાં જ પરીક્ષા યોજી હતી. જેમાં વડોદરાના એક પણ યુવાન પાસ નહીં થતાં કૌભાંડ આચરાયું હોવાની શંકા વ્યક્ત કરી તપાસની માંગ કરવામાં આવી રહી છે. સયાજીગંજ ખાતે NSUI વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહેલા NSUIના 10 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

LEAVE A REPLY