Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ વોલમાર્ટના પ્રવેશ સામે ભારે વિરોધ, વેપારીઓ દ્વારા યોજાયી બાઈક રેલી

વડોદરાઃ વોલમાર્ટના પ્રવેશ સામે ભારે વિરોધ, વેપારીઓ દ્વારા યોજાયી બાઈક રેલી
X

ભારત બંધનાં અપાયેલા એલાનમાં વડોદરાનાં વેપારીઓ પણ જોડાયા હતા.

દેશમાં રીટેલ સેક્ટરમાં વોલમાર્ટના પ્રવેશની હિલચાલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજરોજ વેપારી મંડળ દ્વારા ભારત બંધનાં અપાયેલા એલાનમાં વડોદરાનાં વેપારીઓ પણ જોડાયા હતા. ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ગુરૂવારે વિશાળ સ્કૂટર રેલી કાઢવામાં આવી હતી. જેમાં નાના-મોટા વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી રેલીમાં જોડાયા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66983,66984,66985,66986,66987,66988,66989,66990"]

આજરોજ શુક્રવારે આપવામાં આવેલા બંધના એલાનને સફળ બનાવવા માટે આજે વડોદરા વેપાર વિકાસ દ્વારા આજે સાંજે કાઢવામાં આવેલી સ્કૂટર રેલીમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. વિદેશી કંપનીઓનો વિરોધ કરતા બેનેરો, શુક્રવારે બંધને સફળ બનાવવા માટે જાગૃતિ લાવતા પોષ્ટરો સાથે નીકળેલી રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. વેપારી એસોસિએશનની વિશાળ રેલીના પગલે ઠેર-ઠેર ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

વેપારી એસોસિએશનના અગ્રણી પરેશ શાહે જણાવ્યું હતું કે, બંધના એલાનને સફળ બનાવવા માટે આજની રેલી યોજી છે. વોલમાર્ટ જેવી સંભવતઃ આવી રહેલી વિદેશી કંપનીઓ સામે સમગ્ર દેશના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. જેનો ઉગ્ર વિરોધ કરવા માટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભગતસિંહ ચોકથી નીકળેલી રેલી મદનઝાંપા રોડ, ખારવા વાડ, લહેરીપુરા, ન્યુ રોડ, ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, મંગળબજાર, પ્રતાપ ટોકીઝ, અમદાવાદી પોળ, ટાવર થઇ કોઠી ચાર રસ્તા ખાતે સંપન્ન થઇ હતી.

Next Story