Connect Gujarat
ગુજરાત

વડોદરા : ભુતડીઝાંપા પાસે ટ્રકની ટકકરે મહિલાનું મોત, ટોળાએ તોડયા ટ્રકના કાચ

વડોદરા : ભુતડીઝાંપા પાસે ટ્રકની ટકકરે મહિલાનું મોત, ટોળાએ તોડયા ટ્રકના કાચ
X

વડોદરાના

ભુતડીઝાંપા વિસ્તારમાં નોકરી પર જઇ રહેલી મહિલાનું ટ્રકની ટકકરે મોત નીપજયું હતું.

ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કરી ટ્રકના કાચ તોડી નાંખ્યા હતાં.

ભુતડીઝાંપા

બસ સ્ટેન્ડ પાસે આવેલા વાલ્મીકિ વાસ ખાતે રહેતા 60 વર્ષીય નીરૂબેન પ્રભુદાસ સોલંકી રવિવારે

સવારે હોસ્પિટલ ખાતે ફરજ માટે જઈ રહ્યા હતાં. તે દરમિયાન સરકારી અનાજના ગોડાઉન

ખાતે જઈ રહેલી ટ્રકે તેમને

અડફેટે લીધા હતાં.ટ્રકની અડફેટે આવેલા નીરૂબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

નીપજયું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું અને તેમણે પથ્થરમારો

કરી ટ્રકના કાચ તોડી નાખતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટના બાદ કાઉન્સિલર ફરીદ કટપીસવાળા પણ સ્થળ પર

દોડી આવ્યાં હતાં. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસ કાફલો આવી પહોચ્યો હતો અને

ટોળાને વિખેરી નાંખ્યું હતું. સ્થાનિક લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ છે

ત્યારે આ ટ્રક કેવી રીતે આવી તે એક સવાલ છે. નિયમો સૌના માટે સરખા હોવા જોઇએ અને

અકસ્માત કરનારા ટ્રક ચાલકને કડકમાં કડક સજા થવી જોઇએ.

Next Story