Connect Gujarat
Featured

વડોદરા : યુવાન નોકરી પતાવી ઘરે ગયો, મિત્રના એક ફોનથી તે દોડતો થઇ ગયો, જુઓ શું છે ઘટના

વડોદરા : યુવાન નોકરી પતાવી ઘરે ગયો, મિત્રના એક ફોનથી તે દોડતો થઇ ગયો, જુઓ શું છે ઘટના
X

વડોદરામાં એક યુવાન નોકરી પતાવીને ઘરે આવ્યો અને તેના મિત્રનો ફોન આવ્યો કે યસ બેંક પર રીઝર્વ બેંકે પ્રતિબંધ મુકી દીધો છે. યુવાન પગાર ઉપાડવા માટે સફાળો એટીએમ ખાતે દોડી ગયો હતો. જુઓ યસ બેંકની વડોદરા શાખાના ખાતેદારોની વ્યથા.

વડોદરા શહેરની યસ બેંકની તમામ બ્રાંચો પર લોકોએ રૂપિયા ઉપાડવા માટે લાઇનો લગાવી હતી અને ઘણા લોકો 3 કલાક સુધી અટવાઇ ગયા હતા. કારેલીબાગ ખાતે આવેલી બ્રાંચમાં લોકો સવારે 9:30 વાગ્યાથી લાઇનમાં ઉભા રહી ગયા હતા. તેમ છતાં લોકોને રૂપિયા મળ્યા નહોતા.સિનિયર સિટીઝન વાસુદેવભાઇએ જણાવ્યું હતું કે, મારા જીવનની તમામ મૂડી મે યસ બેંકમાં લગાવી દીધી છે, હવે માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકું છું, તેથી ચિંતા થાય છે, પણ આશા છે કે, બેંક સંકટમાંથી બહાર આવી જશે.બેન્કની બહાર લાંબી લાઇનો હોવાથી હું રૂપિયા ઉપાડી શક્યો નથી.

યસ બેન્કમાં રૂપિયા ઉપાડવા માટે આવેલા આદિત્ય રંગનાનીએ જણાવ્યું હતું કે, હું કોલ સેન્ટરમાં નોકરી કરૂ છું. વહેલી સવારે નોકરી પરથી આવીને સૂઇ ગયો હતો. મારા મિત્રનો ફોન આવ્યો હતો કે, યસ બેંક સંકટમાં છે, જેથી હું તુરંત જ બેંક પર આવી ગયો છું, મારો પગાર થયો છે પણ લાંબી લાંબી લાઇનો હોવાથી હું રૂપિયા ઉપાડી શક્યો નથી. મારે રાત્રે ફરીથી નોકરી ઉપર જવાનું હોવાથી હું મુશ્કેલીમાં મૂકાઇ ગયો છું.

આદિત્ય અને વાસુદેવભાઇ જેવા અનેક ખાતેદારોની મુડી યસ બેંકમાં રહેલી છે. આરબીઆઇના પ્રતિબંધો બાદ તેઓને પોતાની મુડી પરત મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે. રૂપિયા ઉપાડવા માટે આવેલા સિનિયર સિટીઝન જણાવ્યું હતું કે, મારે અમેરિકા જવાનું હોવાથી 3 લાખ રૂપિયાની જરૂર હતી પરંતુ મને મારા બે બેંક એકાઉન્ટમાંથી માત્ર એક લાખ રૂપિયા જ મળ્યા છે. મારે મારી બીજી બેન્કની ફિક્સ ડિપોઝીટ તોડાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ યસ બેંકમાંથી માત્ર 50 હજાર રૂપિયા ઉપાડી શકાશે તેવા ફરમાન બાદ અનેક લોકો મુશ્કેલીમાં મુકાય ગયાં છે.

Next Story