Connect Gujarat
વડોદરા 

કોરોનાનો કાળો કહેર: સુરતમાં 6 માસ તો વડોદરામાં 3 વર્ષની બાળકીનું સંક્રમણના કારણે મોત

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે બીજી લહેર જેવો કહેર મચાવવા જઈ રહી છે.

કોરોનાનો કાળો કહેર: સુરતમાં 6 માસ તો વડોદરામાં 3 વર્ષની બાળકીનું સંક્રમણના કારણે મોત
X

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે બીજી લહેર જેવો કહેર મચાવવા જઈ રહી છે. બીજી લહેરમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. જોકે, ત્રીજી લહેર હજી સુધી એટલી ઘાતક નથી બની. પરંતુ ગુજરાતમાં બે બાળકોના કોરોનાથી મોત નિપજ્યા છે. સુરતમાં 6 મહિનાની બાળકીનું અને વડોદરામાં ત્રણ વર્ષની બાળકીનુ કોરોનાથી મોત નિપજ્યુ છે. ત્રીજી લહેરમાં કોરોનાથી બાળકોનું મૃત્યુ થયાની આ પ્રથમ ઘટના છે. સુરતમાં કોરોનાથી 6 મહિનાની બાળકીનું મૃત્યુ થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. સુરતના પલસાણાના તાતિથૈયામાં બાળકીનું મૃત્યુ થયુ છે. માતા-પિતા સંક્રમિત થતા બાળકી પણ કોરોનાની ઝપેટમાં આવી હતી. પરંતુ બાળકી બચી શકી ન હતી. બાળકોમાં વધતાં સંક્રમણથી વાલીઓ પણ ચિંતિત બન્યા છે. જોકે, આ બાળકીને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રીશન મળતું ન હોવાનુ પણ સામે આવ્યુ છે. સુરત બાદ વડોદરામાં પણ કોરોનાથી બાળકીના મોતની ઘટના બની છે. વડોદરામાં કોરોનાથી ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી મેલેરીયા અને એનિમિયાના રોગથી પણ પીડાતી હતી. સુભાનપુરા હરિરોમ નગરમાં રહેતી બાળકી બીમાર થતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતુ. બાળકીની ગોત્રી સ્મશાન ખાતે દફનવિધિ કરાઈ હતી.

Next Story