Connect Gujarat
વડોદરા 

દાહોદ : અકસ્માતના કારણે રેલ્વે કોલોનીનો બંધ પડેલો માર્ગ રેલ્વે વિભાગે પુનઃ શરૂ કર્યો...

દાહોદની રેલ્વે કોલોની નજીકથી સાત બંગલા અને અન્ય ગામડાઓમાં જવાના માર્ગ વચ્ચે રીક્ષા ટેમ્પો અને રેલ્વે કારખાનામાં જતા એન્જીન વચ્ચે અકસ્માત સર્જાયો હતો

X

દાહોદની રેલ્વે કોલોનીમાં અકસ્માતના કારણે બંધ પડેલો રોડ રેલ્વે વિભાગ દ્વારા 4 મહિના બાદ પુનઃ આમ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, ત્યારે આસપાસના ગ્રામજનો સહિત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રેલ્વે વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો.

દાહોદની રેલ્વે કોલોની નજીકથી સાત બંગલા અને અન્ય ગામડાઓમાં જવાના માર્ગ વચ્ચે રીક્ષા ટેમ્પો અને રેલ્વે કારખાનામાં જતા એન્જીન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ રતલામ રેલ્વે DRMના આદેશ બાદ રેલ્વે લાઈન અને રોડ વચ્ચે ફાટક મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી રેલ્વે કોલોની, સાત બંગલા, રેટિયા જેકોટ, વાંદરીયા સહિતના ગામ જવા માટે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, ત્યારે તમામ ગામના સરપંચોએ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરને રજુઆત કરી હતી. આ સાથે જિલ્લા કલેક્ટર, મુંબઈના જીએમ, રતલામના DRM અને દાહોદના CWMને પણ વેસ્ટર્ન રેલ્વે ઈમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું.

જેમાં આ માર્ગ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મુંબઈ રેલ્વે પ્રબંધક તેમજ રતલામ DRMના આદેશો બાદ રેલ્વે કોલોનીમાં બંધ કરાયેલા રોડને પુનઃ આમ નાગરિકો માટે ખુલ્લો મુકવાનું નક્કી કરાયું હતું. દાહોદ જિલ્લા પંચાયતના સભ્ય સુધીર લાલપુરવાલાના હસ્તે રીબીન કાપી આ રોડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેથી હવે સ્થાનિક ગ્રામ્યના લોકો વચ્ચે ખુશીનો માહોલ છવાયો છે. જોકે, રેલ્વે વિભાગ દ્વારા રોડ ખુલ્લો મુકાતા વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયને રેલ્વે અધિકારીઓનો આભાર માન્યો હતો.

Next Story