Connect Gujarat
વડોદરા 

એકતાનું "બંધન": વડોદરામાં મુસ્લિમ ભાઈને રાખડી બાંધી હિંદુ બહેને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

વડોદરાનો એક એવો ભાઈ કે જે પોતે મુસ્લિમ હોવા છતાં સમાજના તમામ ભેદભાવ ભૂલી હિન્દૂ બહેનના ઘરે રાખડી બંધાવવા પોહોચ્યો

એકતાનું બંધન: વડોદરામાં મુસ્લિમ ભાઈને રાખડી બાંધી હિંદુ બહેને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
X

વડોદરાનો એક એવો ભાઈ કે જે પોતે મુસ્લિમ હોવા છતાં સમાજના તમામ ભેદભાવ ભૂલી હિન્દૂ બહેનના ઘરે રાખડી બંધાવવા પોહોચ્યો અને બહેનને જીવનભર રક્ષા કરવાનું વચન આપ્યું. બહેને પણ પોતાના લાડકવાયા મુસ્લિમ ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરી.

હાલમાં સમાજ જાતિ-ધર્મના ભેદભાવની બેડીઓમાં જકડાએલો છે. 21મી સદીમાં દેશ દુનિયા ઘણી આગળ નીકળી ગયા છતાં, આપણે આપણી સંકુચિત માનસિકતામાંથી બહાર નથી આવી શકતા. તેવામાં વડોદરામાં કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ આપતી એક મુસ્લિમ ભાઈ અને હિન્દૂ બહેનની જોડી એ લોકોનું દિલ જીતી સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

આજે રક્ષા બંધનનો તહેવાર છે ત્યારે આજના તહેવારના મહત્વની વાત કરીએ તો આજના દિવસે ભાઈ પોતાની લાડકી બહેનને જીવન ભર રક્ષા કરવાનું વચન આપી સુરક્ષા કવચની ફરજ અદા કરતો હોય છે. તો બીજી તરફ બહેન પણ ભાઈની લાંબી ઉંમરની પ્રાર્થના કરતી હોય છે. ત્યારે વડોદરામાં એક અનોખી ભાઈ બહેનની જોડીનો દાખલા રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વડોદરાના જાણીતા તબીબના પત્ની ફાલ્ગુની ભેસાણીયાએ વેસ્ટર્ન રેલવે યુનિયનના આગેવાન શરીફ ખાનને ભાઈ બનાવ્યા છે. જેથી આજે રક્ષા બંધન હોવાથી શરીફ ખાન પોતાની કલાઈ સુની ન રહે તે માટે પોતાની હિન્દૂ બહેનના ઘરે પોહચી ગયા અને બહેનના હાથે પોતાની કલાઈમાં રાખડી બંધાવી. સામાન્ય રીતે સમાજના લોકો જાતિ ભેદભાવ ના કારણે અંદરોઅંદર લડી મરતા હોય છે ત્યારે આ બંને ભાઈ બહેને પોતે અલગ અલગ ધર્મના હોવા છતાં રક્ષા બંધનના તહેવારની ઉજવણી કરી સમાજમાં કોમી એખલાસ તેમજ રાષ્ટ્ર ભાવનાનું ઉદાહરણ પૂરું પાડી સમાજના તમામ વર્ગોને એક સાથે મળી દેશહિતમાં કામ કરવા અપીલ કરી હતી.

Next Story