Connect Gujarat
વડોદરા 

વડોદરામાં બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે IT વિભાગની તપાસ, જાણો સમગ્ર મામલો..

જૂના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ અને હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના નિવાસસ્થાને આવકવેરા વિભાગના 50 જેટલા અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી.

વડોદરામાં બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે IT વિભાગની તપાસ, જાણો સમગ્ર મામલો..
X

વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ અને હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના નિવાસસ્થાને આવકવેરા વિભાગના 50 જેટલા અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડો. દર્શન બેકરના નિવાસસ્થાનેથી પણ આઇટીની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર ડોક્ટર દર્શન બેન્કર્સની વડોદરામાં ચાર હોસ્પિટલો આવેલી છે તદુપરાંત સુરતમાં પણ તેઓએ હોસ્પિટલ શરૂ કરી હતી. આ હોસ્પિટલો પૈકી જુના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ તેમજ તેમના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલા અન્ય ડોક્ટર્સને ત્યાં પણ આજે વહેલી સવારથી 50 જેટલા આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું હતું.કોરોનાની મહામારી દરમિયાન ઘણી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સર્ચ તેમજ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ડોક્ટર દર્શન બેન્કરની જૂના પાદરા રોડ, માંજલપુર અને વારસિયા રિંગ રોડ ખાતે આવેલ હોસ્પિટલોમાં વહેલી સવારથી આઇટી વિભાગની ત્રણ ટીમો દ્વારા સમાંતર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોક્ટર દર્શન બેંકરના વાસના ભાયલી રોડ ખાતે આવેલા નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Next Story