Connect Gujarat
વડોદરા 

કેજરીવાલે વડોદરામાં આપ્યો વધુ એક વાયદો, કહ્યું "આપ"ની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું

વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

X

વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

વડોદરામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. બીજી તરફ, કેજરીવાલે આ અંગે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને રાજકારણ નથી આવડતું. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યાં છે.

હું ગેરંટી આપું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે તો અમે જૂની પેન્શન લાગુ કરીશું. ગઇકાલે પંજાબના મુખ્યમંત્રીએ પણ જૂની પેન્શન યોજના અમલી બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણીમાં જિતાડવા કે હરાવવા માટે એ રાજ્યના સરકારી કર્મચારીઓ મોટી ભૂમિકા ભજવે છે. હવે ગુજરાત સરકારને અહંકાર આવી ગયો છે, હવે આ સરકારની હટાવવી જરૂરી છે. અમે તમારી પાસે એક જ મોકો માગીએ છીએ. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ મને અપશબ્દો કહે છે. બંનેની ભાષા પણ એક જ છે. મારો વાંક શું છે? હું ગુજરાતની મોંઘવારી દૂર કરવાની વાત કરું છું. હું શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ મફત આપવા માગું છું. અમે ગુજરાતના લોકોની ભલાઇની વાત કરીએ છીએ. હવે બંને પક્ષ મારી સામે મોટા નેતાઓ ઉતારશે.

Next Story