Connect Gujarat
વડોદરા 

વડોદરા : વરાસીયા રીંગ રોડ પર સીઆઇડી ક્રાઇમના દરોડા, ગેસ રીફીલીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ

X

વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ પર મકાનમાં ગેસ રિફીલિંગનું કૌભાંડ આચરી રહેલા 5 જણાને સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે દરોડો પાડીને ઝડપી લીધા હતા. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પીઆઇ એમ.આર.સોલંકી અને જે. જે. અમીનને બાતમી મળી હતી કે હરણી વારસીયા રીંગ રોડ પર ગાયત્રીનગર વસાહતમાં ગણેશ વિઠ્ઠલ માળી તેના ઘેર ગેસ રિફીલીંગનું કૌંભાડ આચરી રહ્યો છે. જેથી પોલીસે શુક્રવારે દરોડો પાડી શૈલેષ અમરસિંહ રાજપુત, પંકજ ગણપત પરમાર, અમીતભીમ બહાદુર થાપા તથા જયેશ ઉર્ફે સોનુ બળવંત સુર્વે અને ગણેશ વિઠ્ઠલ માળીને ઝડપી પાડયાં હતાં.

સ્થળ પર તપાસ કરતાં તેઓ ગેસ સિલીન્ડરની ડિલીવરી કરતા ટેમ્પા ચાલકો પાસેથી સિલીન્ડર મેળવીને ગેસ રિફીલીંગ કરતા હોવાનું જણાયુ હતું. પોલીસે ગણેશ માળીને ઘેરથી ગેસના 3 ખાલી બોટલ જપ્ત કર્યા હતા જયારે મુખ્ય સુત્રધાર નિલેશ ઉર્ફે ગફુરી હરીરામ કહારના ઘરમાંથી 5 ગેસના ભરેલા સિલીન્ડર કબજે કર્યા હતા તથા ગેસ ટ્રાન્સફર માટેનું રેગ્યુલેટર તથા વજનકાંટો પણ કબજે કરાયો હતો. આ ઉપરાંત 4 થ્રી વ્હીલ ટેમ્પોમાંથી તથા ઘરમાંથી 111 ભરેલા તથા ખાલી સિલીન્ડર કબજે કર્યા હતા. પોલીસે ટેમ્પો અને સિલીન્ડર મળીને 7.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Next Story