Connect Gujarat
વડોદરા 

વડોદરા : "મિશન ક્લિન-વડોદરા, નશા મુક્ત-વડોદરા" અંતર્ગત પોલીસ દ્વારા કોમ્બિગ હાથ ધરાયું...

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા વડોદરા પોલીસ તંત્ર દ્વારા “મિશન ક્લિન-વડોદરા, નશા મુક્ત-વડોદરા” અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું

વડોદરા : મિશન ક્લિન-વડોદરા, નશા મુક્ત-વડોદરા અંતર્ગત પોલીસ દ્વારા કોમ્બિગ હાથ ધરાયું...
X

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા વડોદરા પોલીસ તંત્ર દ્વારા "મિશન ક્લિન-વડોદરા, નશા મુક્ત-વડોદરા" અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કોમ્બિગ હાથ ધરાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

વડોદરા એ.સી.પી. બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 2 DCP, 1 ACP, 8 PI, અને PSIને સાથે રાખી આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક દિવસ દરમિયાન શહેરમાંથી ચરસ, ગાજો જેવા નશીલા પદાર્થો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા, જ્યારે નશીલા પદાર્થોનું વેચાણ કરનારા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શહેરમાં નશીલા પદાર્થોના વેચાણમાં વધારો થતાં પોલીસ તંત્ર અને પોલીસ મથકોની શી-ટીમ દ્વારા સ્કૂલ સહિત વિવિધ સંસ્થાઓમાં જઇ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને રોકવા શહેર પોલીસ દ્વારા પણ નવતર પહેલ કરવામાં આવી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓને રોકવાની કાર્યવાહી કરવા શહેર પોલીસ દારૂ જુગાર સાથે સાથે નશીલા પદાર્થને રોકવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story