Connect Gujarat
વડોદરા 

વડોદરા: નંદેશરી-ફાજલ પુર રોડ ઉપર ટ્રકની અડફેટે બાઇક સવાર પિતા પુત્રના કમકમાટીભર્યા મોત

નંદેશરી-ફાજલ પુર રોડ ઉપર ટ્રકની અડફેટમાં મોટર સાઇકલ સવાર પિતા-પુત્રના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.

વડોદરા: નંદેશરી-ફાજલ પુર રોડ ઉપર ટ્રકની અડફેટે બાઇક સવાર પિતા પુત્રના કમકમાટીભર્યા મોત
X

વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલ પુર રોડ ઉપર ટ્રકની અડફેટમાં મોટર સાઇકલ સવાર પિતા-પુત્રના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. બુધવારે બનેલા આ બનાવમાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા. મોતને ભેટેલ પિતા-પુત્ર વાસદ તરફ જઇ રહ્યા હતા. રાયકા ગામના રહેવાસી પિતા-પુત્રના એક સાથે અકસ્માતમાં મોત નીપજતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રહેતા નરેન્દ્રભાઇ સિંધા (ઉં.35) અને તેમના પુત્ર અરૂણ (ઉં.16) સાથે મોટર સાઇકલ ઉપર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ ઉપર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર સવાર મોટર સાઇકલને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટમાં લેતા પિતા-પુત્ર રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં 16 વર્ષના અરુણના કમરથી નીચેના ભાગે ટ્રકના તોતીંગ વ્હિલ ફરી વળતા કમરથી નીચેનો ભાગ છૂટો પડી ગયો હતો.

બુધવારે બપોરના સમયે બનેલા આ બનાવની જાણ પરિવારને થતાં તુરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ નંદેશરી પોલીસને થતાં પી.એસ.આઇ. પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને મોતને ભેટેલા પિતા-પુત્રના મૃતદેહો કબજે કરી પોષ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

Next Story