Connect Gujarat
વડોદરા 

વડોદરા: હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં વોન્ટેડ અશોક જૈનની આગોતરા જામીન અરજી પર તા.8 ઓકટોબરે સુનાવણી

વડોદરા: હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં વોન્ટેડ અશોક જૈનની આગોતરા જામીન અરજી પર તા.8 ઓકટોબરે સુનાવણી
X

વડોદરા શહેરના ચકચારી હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં વોન્ટેડ અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણી તા.8 ઓક્ટોબરના રોજ થશે. પોલીસે આરોપીને આગોતરા જામીન ન આપવા માટે રજૂ કરેલા સોંગદનામામાં જણાવ્યું છે કે, આરોપીએ તા.2 અને 3 સપ્ટેમ્બરે પિડીતાના વાળ પકડી માર માર્યો હતો. અને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આરોપીના ધારાશાસ્ત્રીએ પોલીસના સોંગદનામા સામે એવી દલીલ કરી હતી કે, આરોપી તા.1 થી 3 સપ્ટેમ્બર સુધી વડોદરામાં ન હતા. તેઓ લખનઉની હોટલમાં હતા.નોંધનીય છે કે, શહેરના ગોત્રી પોલીસ મથકમાં તા. 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં એલ.એલ.બીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ મંડળમાંથી હાંકી કઢાયેલા રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદથી લઇ આજદિન સુધી અશોક જૈન ફરાર છે. જ્યારે અન્ય આરોપી રાજુ ભટ્ટ અને તેને મદદ કરનાર નંદન કુરીયર સર્વિસના સંચાલક કાનજી મોકરીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. અને કાનજી મોકરીયાને કોર્ટે જેલમાં મોકલી આપ્યો છે.દરમિયાન આ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા દ્વારા વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુક્યા બાદ મામલાની તપાસ કરી રહેલી પોલીસે સોમવારે સોગંદનામું રજુ કર્યું હતું. પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, તા.2 અથવા તા.3 સપ્ટેમ્બરના રોજ પીડિતા ફ્લેટ પર (નિસર્ગ એપાર્ટમેન્ટ) ટીફીન લઇ આવી હતી.

તે સમયે પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેથી અશોક જૈને ઉશ્કેરાઇને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઇ જઇ માર મારી દુષ્કર્મ આચર્યું હતું.પોલીસ દ્વારા રજૂ કરાયેલા સોંગદનામા સામે આરોપી અશોક જૈનના વકીલ દ્વારા કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી અશોક જૈન તા.1 થી 3 સપ્ટેમ્બર-021ના રોજ વડોદરામાં ન હતા. તેઓ પ્રવાસઅર્થે શહેર બહાર હતા. જે અંગેની જરૂરી પુરાવારૂપ ફ્લાઇટની ટીકીટો રજુ કરી હતી. વકીલે રજુ કરેલા પુરાવા મુજબ, 1 - 3 સપ્ટેમ્બરના રોજ અશોક જૈન લખનૌની હોટેલમાં હતા.1 સપ્ટેમ્બરના રોજ તેઓની વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી લખનૌની ફ્લાઇટ હતી.

અશોક જૈન 3 સપ્ટેમ્બરના રોજ લખનૌથી દિલ્હી પહોંચ્યાં હતા. અને ત્યારબાદ 4 સપટેમ્બરના રોજ દિલ્હીથી વડોદરા ફ્લાઇટમાં પરત ફર્યા હતા. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલુ સોગંદનામું અને આરોપીના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Next Story