Connect Gujarat
વડોદરા 

વડોદરા : સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મનપાનું બજેટ મંજૂર, રૂ. 5 કરોડનો વધારો

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા. 27 જાન્યુઆરીના રોજ વર્ષ 2022-23 બજેટને સ્થાયી સમિતીમાં રજૂ કરવામાં આવ્યું હતું.

વડોદરા : સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મનપાનું બજેટ મંજૂર, રૂ. 5 કરોડનો વધારો
X

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા. 27 જાન્યુઆરીના રોજ વર્ષ 2022-23 બજેટને સ્થાયી સમિતીમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે સમિતીએ એક સપ્તાહની ચર્ચા વિચારણા બાદ બજેટના કદમાં સામાન્ય વધારો કરી રૂપિયા 2838.67 કરોડનું બજેટ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલમાં સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુધારા વધારા કરી બજેટના કદમાં રૂપિયા 5 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં રેવન્યુમાં રૂપિયા 3 કરોડ, આવકમાં રૂપિયા 1336.69માં વધારો કરી રૂપિયા 1340.34 કરોડ કરવામાં આવ્યો છે, જ્યારે ખર્ચમાં રૂપિયા 1297.92 કરોડથી ઘટાડો કરી રૂપિયા 1296.03 કરોડ કરવામાં આવ્યો છે. જોકે, બજેટના કદમાં જે વધારો કરવામાં આવ્યો છે, તે આવક જુના અને નવા વિસ્તારોમાં તબક્કાવાર આકારણી કરી વધારવામાં આવશે. સાથે જ બજેટમાં પે એન્ડ પાર્કિંગ, મહિલાઓને ટેક્ષમાં રાહત અને નવા હેલ્થ સેન્ટરો બનાવવા સહિતના કામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story