Connect Gujarat
વડોદરા 

વડોદરા : બાળકોમાં રહેલી ગર્ભિત શક્તિઓને ઉજાગર કરવા યોજાયો કલા મહાકુંભ

વડોદરા શહેરની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિતા વિભાગના સહયોગથી કલા મહાકુંભ 2021-22નું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા : બાળકોમાં રહેલી ગર્ભિત શક્તિઓને ઉજાગર કરવા યોજાયો કલા મહાકુંભ
X

વડોદરા શહેરની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિતા વિભાગના સહયોગથી કલા મહાકુંભ 2021-22નું આયોજન કરવામાં આવ્યું હતું.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિતા વિભાગ દ્વારા આયોજીત કલા મહાકુંભનું આયોજન ઝોન કક્ષા વડોદરા પુબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શાળાના ટ્રસ્ટી મીના મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છથી સવાગત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, સ્ટાફ અને વિધાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધા, ભરતનાટ્યમ, સમુહ ગીત, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન 6થી 20 વર્ષના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Next Story