Connect Gujarat
વડોદરા 

વડોદરા: 'નજેવી બાબતનો મોટો અંજામ', પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર ચાકુ વડે ઘાતક હુમલો

દારૂનો વિષય હોય કે જુગાર કે પછી ચોરી,ત્યારે ગત સાંજે 5 વાગે વડોદરાના છેવાડે આવેલા ડીકલેથોન મોલ પરથી ઘરે પરત ફરી રહેલા યુવાન પર હુમલા કરવામાં આવ્યો હતો.

વડોદરા: નજેવી બાબતનો મોટો અંજામ, પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર ચાકુ વડે ઘાતક હુમલો
X

વડોદરામાં દિવસે ને દિવસે ક્રાઈમ રેટમાં વધારો જોવા મળી રહ્યો તે પછી દારૂનો વિષય હોય કે જુગાર કે પછી ચોરી,ત્યારે ગત સાંજે 5 વાગે વડોદરાના છેવાડે આવેલા ડીકલેથોન મોલ પરથી ઘરે પરત ફરી રહેલા યુવાન પર હુમલા કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા પૂર્વ કોર્પોરેટર મિત્તલ ગાંધીનાનો પુત્ર વિશ્વ ગાંધી તેનાં 5 મિત્રો સાથે ડીકલેથોન મોલ કે જે સેવાસી પાસે આવેલો છે ત્યાં ગેમ રમવા ગયો રમત પૂરી થતાં તેઓ અને તેના મિત્રો ઘરે પરત જવા રવાના થઈ રહ્યા હતા, વિશ્વ પોતાના મિત્ર સાથે એક્ટીવા પર હતો અને અચાનક પાછળથી ટેક્સી પસિંગ વાડી કાર જોડે અથડાતા રહી જતાં, બંનેની બોલાબોલી થઈ હતી, બોલાબોલી એટલી ઉગ્ર બની હતી કે ટેક્સી વાડા ભાઈ દ્વારા ગાડીમાંથી ચાકુ કાઢી વિશ્વ પર હુમલો કર્યો હતો અને વિશ્વને ફેફસાંમા કાનૂ પડી ગયું હતું અને છાતીના પાછળના ભાગમાં પણ ઘા માર્યા હોવાથી 4 ટકા આવ્યા છે.અને તે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જોકે ગણતરીના કલાકોમાં જ ગ્રામ્ય પોલીસે ટેક્સી ચાલકને ઝડપી પાડયો હતો, ત્યારે વિશ્વ ગાંધી અને પૂર્વ કોર્પોરેટરની એક જ માંગ છે કે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કમિશ્નર કડક સજા કરવી જોઈએ .

Next Story